________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
શાસ્ત્ર આચારો પાળવાની કોઈ કિંમત નથી. જિનાજ્ઞા-નિરપેક્ષ રહીને પાળેલા બાહ્ય આચાર આત્માનું અહિત કરે છે, માટે જિનાજ્ઞાનું પરિજ્ઞાન હોવું જરૂરી છે.
એટલે, કોઈ મુનિ એમ માને કે “આપણે શાસ્ત્ર-સ્વાધ્યાયની શી જરૂર છે? આપણે તો બેતાલીસ દોષ ટાળીને ભિક્ષા લાવીશું. પાંચ મહાવ્રતોનું પાલન કરીશું. પ્રતિક્રમણ, પ્રતિલેખણ, આદિ ક્રિયાઓ કરીશું. ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરીશું.' આવું માનતા અને આચરતા મુનિઓને ઉદ્દેશીને અહીં કહેવાયું છે ? તમારા બાહ્ય આચારો તમારું આત્મહિત નહીં કરે.... જિનાજ્ઞા મુજબ તમારું આચરણ નથી.. તમે જિનાજ્ઞાને જાણવા પ્રયત્ન નથી કરતા, એ જ મોટો દોષ છે.
વર્તમાનકાળે જિનાજ્ઞા ૪૫ આગમસૂત્રોમાં સંકળાયેલી છે. ૧૧ અંગ+૧૨ ઉપાંગ+છેદ૪ મૂળ+૧૦ પયગ્રા+૨ નંદીસુત્ર અને અનુયોગ દ્વાર=૪૫ મૂળ સૂત્રો. એના પર લખાયેલી ચૂર્ણાઓ, ભાષ્યો, નિયુક્તિઓ અને ટીકાઓઆમ પંચાંગી આગમનું અધ્યયન કરવાથી જ જિનાજ્ઞાનો યથાર્થ બોધ થઈ શકે. મૂળ સૂત્રો જ માનીને તેના અર્થ પોતાની બુદ્ધિ અનુસાર કરનાર જિનાજ્ઞાને સમજી શકતો નથી. અથવા ૪૫ આગમોમાંથી અમુક આગમ માને અને અમુક ન માને, તો પણ તેને જિનાજ્ઞાનું પરિજ્ઞાન થઈ શકતું નથી.
પંચાંગી આગમ ઉપરાંત શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, શ્રી ઉમાસ્વાતિ વાચક, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રસૂરિજી, શ્રી વાદિદેવસૂરિજી, શ્રી શાંતિસૂરિજી, શ્રી વિમલાચાર્ય, શ્રી યશોદેવસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ મહર્ષિઓની મૌલિક ગ્રંથરચનાઓનું અધ્યયન કરવું પણ જરૂરી છે. આ પૂર્વાચાર્ય ભગવંતોએ આગમોક્ત જિનાજ્ઞાને તર્કસિદ્ધ કરી એ જિનાજ્ઞાઓનાં રહસ્ય પ્રગટ કરેલાં છે.
જિનાજ્ઞાનું જ્ઞાન મેળવીને પાળેલા આચારો આત્મહિત કરે છે. સદૈવ જિનાજ્ઞા સાપેક્ષતા અપૂર્વ કર્મક્ષય કરી આપે છે “મારી પ્રત્યેક વૃત્તિ જિનાજ્ઞાઅનુસાર હું કરીશ..” આવો ભાવ મુનિના હૃદયમાં નિરંતર રહેવો જોઈએ.
૨૧, બેતાલીસ દોષ જુઓ પરિશિષ્ટ ૨૭. ૨૨. ૪૫ આગમસૂત્રો માટે જુઓ પરિશિષ્ટ ૨૬.
For Private And Personal Use Only