________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા સ્વાભાવિક પૂર્ણતા ઉત્તમ રત્નની કાન્તિ સમાન છે.
વિવેચન : તમારે ઘરે વિવાહનો પ્રસંગે ઉપસ્થિત થયો. તમારી પાસે આભૂષણ-અલંકારો નથી; તમે તમારા સ્નેહ-સંબંધી પાસેથી અલંકારો લઈ આવ્યા. અલંકારો તમારા ઘરમાં આવ્યા... તમે તેની શરીર પર સજાવટ પણ કરી.
કહો તો વારુ, તમારી આ શોભા કેવી છે? શું તમે એ શોભા પર રાજી થવાના? તમારું હૃદય તેમાં આનંદ માનવાનું? તમારા હૃદયમાં “આ અલંકારો તો અલ્પકાળ માટે છે, જ્યાં વિવાહનું કાર્ય પત્યું કે પાછા આપવાના છે...' આ વિચાર રહેલો હોય છે, તેથી ભાડૂતી માગી લાવેલા અલંકારો પર “હું શ્રીમંતા” એવી ખુશી થતી નથી.
એવી રીતે કર્મના ઉદયથી મળેલ ધન-ધાન્ય-૧ કીર્તિ-રૂપ-કલા-શાતા વગેરે ઋદ્ધિ-સમૃદ્ધિ પણ એવી છે! આ બધું અલ્પકાળ માટે છે. પુણ્યકર્મ પાસેથી માગી લાવેલું છે. પુણ્યકર્મ આ બધું પાછું લઈ લે એ પહેલાં જો સામે પગલે ચાલીને પાછું આપી દીધું તો તો ઇજ્જત રહે છે, પરંતુ જો સામે પગલે ચાલીને એનો ત્યાગ ન કર્યો તો તમને કોઈ શરમ નથી. એ ગમે ત્યાં અને ગમે તે કાળે છીનવી લેશે! એ એવો વિચાર નહિ કરે કે “આ કાળે ધનધાન્યાદિની જીવને જરૂર છે માટે ન લેવું. આ સ્થાને ન લેવું..” એ તો એની મુદત પૂરી થઈ કે પાછું લઈ જ લે છે. પછી તમે રુદન કરી કે કકળાટ કરો! માટે કર્મના ઉદયથી મળેલ ત્રદ્ધિ-સમૃદ્ધિમાં પૂર્ણતા ન માનો. એમાં આસક્તિ ન કરો.
આત્માની જે પોતાની સમૃદ્ધિ છે તે સાચી પૂર્ણતા છે. તે સ્વાભાવિક છે. તેને કોઈ પાછી માગનાર નથી! સાચા રત્નનો પ્રકાશ રત્નને છોડી જતો નથી.. એ પ્રકાશને કોઈ લઈ જઈ શકતું નથી.
જ્ઞાન-દર્શન-ચારિત્ર-ક્ષમા-નમ્રતા-સરળતા-નિલભતા... વગેરે ગુણો આત્માની સ્વાભાવિક સંપત્તિ છે. તેને પ્રાપ્ત કરવાનો અને પ્રાપ્ત કરેલી સંપત્તિનું જતન કરવાનો પુરુષાર્થ કરવાનો છે.
अवास्तवी विकल्पैःस्यात् पूर्णताब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवान् स्तिमितोदधिसन्निभः ।।३।। અર્થ : તરંગો વડે સમુદ્રની પૂર્ણતા જેવી વિકલ્પો વડે (આત્માની) અવાસ્તવિક પૂર્ણતા હોય છે, જ્યારે પૂર્ણાનન્દસ્વરૂપ ભગવાન શિર-નિશ્ચળ સમુદ્ર જેવા હોય છે.
For Private And Personal Use Only