________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮.
જ્ઞાનસાર સિચનમાં ન કરતાં કલ્પવૃક્ષ સમાન સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યના સિંચનમાં કરવાની જરૂર છે.
सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः ।
तृप्तिमानेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ।।३।।५१ ।। અર્થ : હજારો નદીઓ વડે ન પૂરી શકાય એવા સમુદ્રના પેટ સમાન ઇન્દ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી, એમ જાણી, હે વત્સ! અંતરાત્મા વડે સમ્યક્ શ્રદ્ધાન કરી તૃપ્ત થા.
વિવેચન : ગંગા-જમના જેવી હજારો નદીઓ સાગરના અનંત ઉદરમાં નિયમિત ઠલવાય જાય છે... છતાં સાગરને તૃપ્તિ થઈ? તેણે નદીઓને કહી દીધું કે ; “બસ બસ, તમે મને તૃપ્ત કરી દીધો.. હવે તમારી જરૂર નથી...' ના; હજુ અનંત કાળપયત સમુદ્ર ધરાવાનો નથી, કારણ કે ન ધરાવાનો તેનો સ્વભાવ જ છે. એ રીતે પાંચ ઇન્દ્રિયોનો સ્વભાવ જ નહીં ધરાવાનો છે.
ઇન્દ્રિયોનું ઉદર સાગરસમ અતલ ઊંડાણવાળું છે. અનંત કાળથી જીવ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા પૌગલિક વિષય આપતો આવ્યો છે... છતાં ઇન્દ્રિયોએ ઇન્કાર નથી કર્યો. વર્તમાન જીવન પર દષ્ટિપાત કરો ને. ગઈ કાલે... ગયા મહિને ઇન્દ્રિયોને શું મનોહર શબ્દ, અનુપમ રૂપ, મજેદાર રસ... ગંધ... સ્પર્શ નહોતાં આપ્યાં? આજે... આ મહિને પાછી ઇન્દ્રિયો એવી ને એવી ભૂખી! એટલું જ નહીં, ગઈ કાલે, ગયે મહિને. ગયે વર્ષે જે ભૂખ હતી તેના કરતાં આજ, આ મહિને...' આ વર્ષે ભૂખ વધી ગઈ છે, કારણ કે ઇન્દ્રિયોનો એ સ્વભાવ છે કે એને અનુકુળ વિષય જેમ જેમ પ્રાપ્ત થતા જાય છે તેમ તેમ એ અનુકુળ વિષયોની અધિક સ્પૃહા કરતી જાય છે.... હા, વચ્ચે અલ્પ, અતિ અલ્પ કાળ માટે ક્ષણિક તૃપ્તિના ટેકરામાં અતૃપ્તિનો લાવારસ ખદબદી રહેલો હોય છે.
તૃપ્ત થયું છે? એવી તૃપ્તિ જોઈએ છે કે જેમાં પુનઃ અતૃપ્તિના લાવારસમાં હોમાઈ જવું ન પડે? તો ઇન્દ્રિયોને વિષયો આપી આપીને તૃપ્ત કરવાને બદલે અન્તરાત્મા દ્વારા તૃપ્ત કરવાનો પ્રયોગ શરૂ કરો. સાચી સમજ દ્વારા, સમ્યગુ વિવેક દ્વારા અપ્રશસ્ત વિષયોથી ઇન્દ્રિયોને દૂર કરી, દેવ-ગુરુ-ધર્મની પ્રશસ્ત આરાધનામાં ઇન્દ્રિયોને રસ લેતી કરી દો. દેવ-ગુરુનાં દર્શનમાં, સમ્યગુ ગ્રંથોના શ્રવણમાં, પરમાત્માના પૂજનમાં, મહાપુરુષોની સ્તુતિમાં તમારી ઇન્દ્રિયોને જોડી દો. દીર્ધકાળ સુધી ઇન્દ્રિયોં એમાં જોડાયેલી રહેવાથી એક દિવસ તે અવશ્ય પરમ તૃપ્તિનો અનુભવ કરનારી બનશે.
For Private And Personal Use Only