________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઇન્દ્રિયજય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मानं विषयः पाशैर्भववासपराङ्गमुखम् ।
इन्द्रियाणि निबघ्नन्ति मोहराजस्य किंकराः ।।४ ।। ५२ ।।
૫
અર્થ : મોહરાજાની નોકર ઇન્દ્રિયો સંસારવાસથી ઉદ્ગગ્ન આત્માને વિષયોરૂપી બંધનોથી બાંધે છે.
વિવેચનઃ : આ ઇન્દ્રિયોને તમે કોઈ સામાન્ય વસ્તુ ન સમજતા... એ દેખાવમાં ભલે સાદી-સીધી લાગતી હોય; એ તમને વફાદાર નથી, એ સરળ નથી; મોહસમ્રાટની એ આજ્ઞાંકિત સેવિકાઓ છે. મોહસમ્રાટ આ અતિકુશળ વફાદાર સેવિકાઓ દ્વારા અનંત જીવરાશિ પર પોતાનું રાજ્ય ચલાવી રહેલ છે.
જે જીવો સંસારવાસથી...મોહના સામ્રાજ્યથી ત્રાસીને ધર્મરાજા તરફ વળે છે, તેમને પણ આ ઇન્દ્રિયો વચ્ચે જ આંતરી લે છે અને પુનઃ મોહના સામ્રાજ્યમાં ઢસડી લાવે છે. એના જાદુઈ પાશમાં જીવને એવી આબાદ રીતે ફસાવે છે કે જીવ સમજી શકતો નથી કે હું ઇન્દ્રિયોના જાદુઈ પાશમાં બંધાઈ ગયો છું! એ ભ્રમણામાં રહે છે કે ‘હું ધર્મરાજાના સામ્રાજ્યમાં છું...’
વિષયાભિલાષ એ ઇન્દ્રિયોનો જાદુઈ પાશ છે... અજબ જાળ છે. ઇન્દ્રિયો જીવ પાસે વિષયાભિલાષ કરાવે છે... એને અનેક રીતે સમજાવી વિષયોના અભિલાષ કરાવે છે. ‘શરીર સારું હશે તો ધર્મ પણ સારી રીતે થઈ શકશે... માટે શરીરને બરાબર જાળવ.' ઘેલા જીવને ઇન્દ્રિયોની આ સલાહ ગમી જાય છે. તે શરીરને જાળવવા માટે બાહ્ય અનેક રૂપ...રસાદિ વિષયોની સ્પૃહા કરવા લાગી જાય છે. ‘તું તપસ્વી છે તેથી શું થઈ ગયું? જો પારણે બરાબર ઘી-દૂધ અને માલમસાલા નહિ વાપરે તો તપશ્ચર્યા નહિ કરી શકે...’ ઇન્દ્રિયની આ સલાહ ભદ્રિક જીવને રુચિકર લાગે છે; તે રસનાના વિષયોનો અભિલાષી બની જાય છે. ‘તું જ્ઞાની છે તેથી શું? વસ્ત્ર ઊજળાં રાખ. શરીરને સ્વચ્છ રાખ...તપ ઓછો કર... તો તારો પ્રભાવ દુનિયા પર પડશે...’ સરળ જીવને ઇન્દ્રિયોની આ સલાહ પ્રિય લાગે છે. તે વિષયોની સ્પૃહા કરવા લાગી જાય છે.
For Private And Personal Use Only
આ રીતે જીવ મોહના બંધનમાં બંધાતો જાય છે. બાહ્ય ધર્મક્રિયા કરતો પણ અત્યંતર મોહવાસનાઓથી તે ઘેરાઈ જાય છે! માટે ભવવાસથી મુક્ત થવાની અભિલાષાવાળા આત્માએ ઇન્દ્રિયોના વિષયપાશથી ખૂબ સાવધાન રહેવું જોઈએ.