________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
गिरिमृत्स्नां धनं पश्यन् धावतीन्द्रियमोहितः ।
अनादिनिधनं ज्ञान-धनं पाईं न पश्यति ।।५।।५३ ।। અર્થ : ઇન્દ્રિયના વિષયોમાં મૂઢ થયેલો જીવ પર્વતની માટીને સોના-રૂપા વગેરેને ધનરૂપે જોતો ચારે તરફ દોડે છે, પણ પાસે રહેલા અનાદિ, અનન્ત જ્ઞાન-ધનને જોતો નથી.
વિવેચન : ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલા જીવની કેવી મૂઢતા છે! જે ધન નથી, તેને તે ધન જુએ છે, જે ખરેખર ધન છે તેને તે જોતો નથી; નજીક હોવા છતાં, સાવ પાસે હોવા છતાં જોતો નથી!
સોનું-રૂ!... કે જે કેવળ પર્વતની માટી છે, તેમાં તેને સંપત્તિ દેખાય છે અને તે લેવા માટે દોડાદોડી કરી રહ્યો છે! દૂરથી તેને જે સંપત્તિ લાગે છે, તે
જ્યારે તેની પાસે આવે છે, ત્યારે તેનાં સુખશાન્તિ ચાલ્યાં જાય છે. પછી તે સંપત્તિ કે જે માટીથી જરાય ચઢિયાતી નથી, તેના સંરક્ષણ ને સંવર્ધનમાં દિનપ્રતિદિન તે અશાન્ત બનતો જાય છે.
જ્ઞાન-ધન તરફ દષ્ટિ માંડી. તેને ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. અનાદિ કાળથી તે તમારી પાસે જ છે...દટાયેલું છે. તેના પર કર્મોના ડુંગરા ઊગી ગયા છે. એ ડુંગરાઓને તોડીફોડીને એ જ્ઞાન-ધનનો અઢળક ભંડાર પ્રાપ્ત કરવાનો જ પુરુષાર્થ કરવો હિતકારી છે. જેમ જેમ તમે એ ડુંગરાઓને તોડતા જશો, તેમ તેમ તમને જ્ઞાન-ધન મળતું જ જશે. અને તમે અપૂર્વ સુખ-શાંતિને અનુભવતા જશો. પરંતુ આ પુરુષાર્થ તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં મોહિત નહિ બનો, વિષયાસક્તિ તમને જ્ઞાનધન મેળવવાનો પુરુષાર્થ નહિ કરવા દે. અત્યાર સુધી જ્ઞાનધનને મેળવવાનો પુરુષાર્થ જો જીવે નથી કર્યો તો તેમાં ઇન્દ્રિય પરવશતા જ અસાધારણ કારણ છે. જ્ઞાનધન (શ્રુતજ્ઞાન) મેળવી લીધા પછી પણ જો જીવ ઇન્દ્રિય-પરવશ બન્યો તો એ જ્ઞાનધન પુનઃ દટાઈ જાય છે. શ્રી ભાવદેવસૂરિ મહારાજે કહ્યું છે : “જસપુqધરો નિદાપમાયાનો વસ નિre viતાં
નિં.' ચૌદ પૂર્વધર મહર્ષિ પણ જો નિદ્રા..વિકથા... ગારવ વગેરેમાં આસક્ત થાય તો અનંતકાલ નિગોદમાં ભટકે! એટલે જ્યાં સુધી કેવળજ્ઞાનનું નિધાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જરાય ઇન્દ્રિયપરવશ બન્ચે ચાલે એમ નથી. સતત જાગૃતિ અને સતત જ્ઞાનધનની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યે જવાનો છે.
For Private And Personal Use Only