________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
ઇન્દ્રિયજય
पुरः पुरः स्फुरत्तृष्णा मृगतृष्णानुकारिषु।
इन्द्रियार्थेषु धावन्ति त्यक्त्वा ज्ञानामृतं जडाः ।।६।।५४ ।। અર્થ : આગળ આગળ વધતી જતી તૃષ્ણા જેઓને છે. એવા મૂર્ખજનો જ્ઞાનરૂપ અમૃતને છોડી ઝાંઝવાના જળસમાન ઇન્દ્રિયોના વિષયોમાં દોડે છે.
વિવેચન : કોણ સમજાવે એ હરણિયાને?-અરે ભાઈ, તું શું જોઈને દોડ્યું જાય છે? એ પાણી નથી... એ તો સુર્યનાં તેજસ્વી કિરણોનો ચળકાટ છે... ત્યાં તને પાણી નહિ મળે... નાહક ક્લેશ..ખેદ અને પરિશ્રમ થશે..” પણ એ હરણ શાનું સાંભળે? એ તો મૂર્ખ...જડ! દોડી ગયું એ ઉજ્જડ...અફાટ રણપ્રદેશ પર.. તેને દૂર દૂર પાણીથી ભરેલું વિશાળ સરોવર દેખાયું. તે
ત્યાં પહોંચ્યું. પાણીના સ્થાને માત્ર ધૂળ! વળી તેણે દૂર દૂર દૃષ્ટિ નાખી. પાણીથી છલોછલ સરોવર દેખાયું...દોડ્યું... ત્યાં જઈને પાણી પીવા માંડે છે.પાણી કેવું? ગરમ ગરમ રેતી મુખ પર અડતાં જ તેણે મુખ પાછું ખેંચી લીધું. છતાં એ જડ...મૂર્ખ હરણ સમજતું નથી કે “આ રણપ્રદેશમાં મને પાણી મળનાર નથી...'
સંસારના રણપ્રદેશ પર ઇન્દ્રિયોના વિષયોની પિપાસામાં દોડી રહેલા જીવોને કેવી રીતે સમજાવવા? જેમ જેમ જીવો ઇન્દ્રિયોના વિષયો પાછળ દોડ્યું જાય છે, તેમ તેમ તેમની તૃષ્ણા વધતી જાય છે... ક્લેશ અને ખેદ વધતો જાય છે. છતાં જીવો સમજતા નથી કે આ સંસારમાં ઇન્દ્રિયજન્ય સુખોમાં મને તૃપ્તિ થનાર નથી...' આ જડતા છે... આ મૂર્ખતા-અજ્ઞાનતા છે. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે પ્રશમરતિમાં સખત ચાબખો માર્યો છે :
'येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत्।' “જેમને વિષયોમાં આસક્તિ થાય છે, તેમને મનુષ્ય પણ ન ગણવા જોઈએ!” એનો અર્થ એ છે કે જે જીવ મનુષ્યપણાને પામ્યો, ઇન્દ્રિયોના વિષયોમાં તેનાથી આસક્તિ ન કરાય... રાગ ન કરાય. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ કરવાના ભવ બીજા, મનુષ્યભવ નહિ. મનુષ્યભવમાં તો જ્ઞાનામૃતનાં પાન કરવાનાં છે. જ્ઞાનામૃતમાં તૃપ્તિનો આનંદ અનુભવવાનો છે. જેમ જેમ જ્ઞાનામૃતના ઘૂંટડા ભરાતા જશે તેમ તેમ તુચ્છ, અશુચિમય અને અસાર વૈષયિક સુખો પાછળ ભટકવાનું ઘટતું જશે. ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા ઘટતી જશે.
For Private And Personal Use Only