________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પ૭
ઇન્દ્રિયજય
वृद्धातृष्णाजलापूर्णरालवालेः किलेन्द्रियः ।
मूर्छामतुच्छां यच्छन्ति विकारविषपादपाः ।।२।।५०।। અર્થ : લાલસારૂપ જળ વડે ભરેલા ઇન્દ્રિયોરૂપ ક્યારાઓ વડે વૃદ્ધિ પામેલા વિકારરૂપ વિષવૃક્ષો ખરેખર, તીવ્ર મોહ-મૂર્છા આપે છે.
વિવેચન : ઇન્દ્રિયો એ ક્યારા છે; તેમાં લાલસા-વિષયસ્પૃહાનું પાણી ભરવામાં આવે છે... ક્યારામાં બીજરૂપે-સંસ્કારરૂપે પડેલાં વિકારો વિકાસ પામે છે... મોટાં વૃક્ષ બની જાય છે. વિકારોનાં એ વિષવૃક્ષોની છાયામાં જે કોઈ જીવ જાય છે, તે મોહથી મૂચ્છિત થઈ જાય છે,
ક્યારામાં બીજ પડેલું હોય, પરંતુ જો તેને પાણી આપવામાં ન આવે તો તે બીજ અંકુરિત બની શકતું નથી. તેમાંથી વૃક્ષ બની શકતું નથી. મનુષ્ય પાંચ ઇન્દ્રિયો અને મન લઈને જન્મે છે... ત્યારથી જ ઈન્દ્રિયોના ક્યારામાં મનરૂપી ડોલ દ્વારા વિષયસ્પૃહાનું પાણી સિંચવાનું તે શરૂ કરી દે છે. જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય છે, તેમ તેમ ઇન્દ્રિયોના ક્યારામાં વિકારોના છોડ પણ મોટા થતા જાય છે અને યૌવન આવતાં આવતાં તો વિકારોનાં મોટાં ઘટાદાર વૃક્ષો બની જાય છે. મનુષ્ય એ વિકારોનાં વિષવૃક્ષ નીચે પડ્યોપાથર્યો રહે છે.... મોહની ગાઢ મૂર્છા તેના પર સવાર થઈ જાય છે, તેનું મન બેહોશ બનતું જાય છે. તેના મુખમાંથી જેમ-તેમ લવારા થતા જાય છે, તેનું શરીર વિષયોનાં બજારમાં લથડિયાં ખાતું-ભટકતું થઈ જાય છે...
જીવ જેમ જેમ ઇન્દ્રિયોને મનગમતા વિષયો આપોઆપીને પોષે છે, તેમ તેમ આત્મામાં દુષ્ટ ...મલિન વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ જેમ વિકારો પુષ્ટ થતા જાય છે, તેમ તેમ જીવ પર મોહની પકડ દઢ થતી જાય છે. તેના મન, વચન અને કાયા વિવેકભ્રષ્ટ બનતાં જાય છે. તે અનેક પ્રકારનાં દુઃખ અને અશાન્તિનો ભોગ બની જાય છે. એ દુઃખ-અશાન્તિ દૂર કરવા, પુનઃ ઇન્દ્રિયોને વિષયો પૂરા પાડવાની ચેષ્ટા કરે છે! દુઃખ-અશાત્તિ ઘટવાને બદલે ખૂબ વધી જાય છે... અંતે દારુણ દુખ અને ઘોર અશાંતિના પ્રહારો સહી ન શકાતાં, મોતના મુખમાં જઈ પડે છે..નરકાદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે.
જેને વિકારોનાં વિષવૃક્ષોથી બચવું હોય તેણે વિષયલાલસા.વિષયસ્પૃહાનાં પાણી સિંચવાં તત્કાળ બંધ કરી દેવાં જોઈએ. મનનો ઉપયોગ વિષયોના
For Private And Personal Use Only