________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૩૭૩ ૫. સુક્કાસની : ધ્યાનીપુરુષ સુખાસને બેસે. ધ્યાનાવસ્થામાં એનું આસન (બેસવાની પદ્ધતિ) એવું હોય કે વારંવાર ઊંચાનીચા ન થવું પડે. એક આસને દીર્ઘ સમય સુધી એ બેસી શકે.
૬. નાસગ્રન્યરષ્ટિ : ધ્યાનીપુરુષની દૃષ્ટિ આડીઅવળી ન જાય, નાસિકાના અગ્ર ભાગે એની દૃષ્ટિ સ્થિર થયેલી હોય. કાયાની સ્થિરતા સાથે દૃષ્ટિની પણ સ્થિરતા જોઈએ. એ ન હોય તો દુનિયાનું બીજું તત્ત્વ મનમાં પેસી જાય અને ધ્યેયનું ધ્યાન ચૂકવી દે. દ્રૌપદીનો પૂર્વભવ અહીં સાક્ષી આપે છે. એ સાધ્વી જ્યારે નગરની બહાર ધ્યાન ધરવા ગઈ હતી, ત્યારે એની દૃષ્ટિ સામેના મકાન પર ગઈ હતી. વેશ્યાનું એ ઘર હતું. પાંચ પુરુષો સાથે વેશ્યાની ક્રિીડા ચાલુ હતી. પેલી સાધ્વીની દૃષ્ટિ ત્યાં ગઈ. સ્થિર થઈ અને ધ્યેયનું ધ્યાન ભુલાયું : “કેવી સુખી આ વેશ્યા! પાંચ-પાંચ પુરુષોનો પ્રેમ!' ધ્યેય પરમાત્મા કરતાં આ દૃશ્ય એને વધુ વહાલું લાગ્યું અને એ દશ્ય એનું ધ્યેય બની ગયું! દ્રૌપદીના ભવમાં પાંચ પાંડવોની એ પત્ની બની! પરમાત્માની સાથે એકતા સાધવા માટે દૃષ્ટિનો સંયમ અનિવાર્ય છે. દૃષ્ટિનો સંયમ નહીં રાખનાર સાધક પરમાત્મસ્વરૂપની સાધના ન કરી શકે. માટે એણે દૃષ્ટિ નાકના અગ્ર ભાગે સ્થિર કરવી જોઈએ.
૭. મનોવૃત્તિનિરોધક : મનના વિચારો ઇન્દ્રિયોને અનુસરે છે. ધ્યેયમાં ચિત્તની સ્થિરતા કરી દેનાર સાધક મનોવૃત્તિઓને રોધે છે... તીવ્ર વેગથી દોડતા વિચારોના પ્રવાહને ખાળે છે. જ્યાં ધ્યેયમાં મન લીન થયું.... ઇન્દ્રિયોના વિષયમાં દોડતું મન બંધ થઈ જ જાય. મનનો સંબંધ જ્યાં પરમાત્મા સાથે બંધાયો, ઇન્દ્રિયો સાથેનો સંબંધ પાઈ જ જાય. ઇન્દ્રિયો સાથેનો મનનો સંબંધ કપાઈ જાય, પછી “હું પરમાત્માનું ધ્યાન ધરે આવી રાહ જોવાની જરૂર નથી. તમે તમારે પરમાત્મસ્વરૂપમાં મનને જડી દો. ઇન્દ્રિયો સાથેનો સંબંધ કપાયો જ સમજો.
૮. પ્રસન્ન : કેટલી બધી પ્રસન્નતા હોય એ ધ્યાનીને! પરમાત્મસ્વરૂપમાં લીન થવાનો આદર્શ, ધ્યેય ધરાવનાર ધ્યાની મહાત્મા જ્યારે પોતાના ધ્યેય સુધી પહોંચે, આદર્શની સિદ્ધિ પ્રાપ્ત કરે, ત્યારે એની પ્રસન્નતાનું પૂછવું જ શું? એનાં એક-એક રોમ વિકસ્વર થઈ જાય, એનું હૃદય અકથ્ય આનંદ અનુભવે અને એના મુખ પર સૌમ્યતા-પ્રસન્નતા છવાઈ જાય. ન હોય એને કષાયોની સ્પૃહા કે ન હોય એને કષાયોના સંતાપ! આ ન હોય એટલે પ્રસન્નતા જ હોય. - આ કેવું સત્યનું સત્ય છે! ધ્યાની એવો ભિક્ષુ-મુનિ જ આવી પ્રસન્નતાનું સુખ અનુભવી શકે.
For Private And Personal Use Only