________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
જ્ઞાનસાર ૧. અપ્રમત્ત : પ્રમાદ? આળસ? વ્યસન? આ વળગાડને તો એ સેંકડો માઈલ પાછળ મૂકીને પરમાત્મસ્વરૂપની નિકટ પહોંચ્યો છે. એ વળગાડ એને વળગી જ ન શકે. એના અંગ અંગમાં રૃર્તિ હોય, એના મનમાં અપૂર્વ ઉત્સાહનો થનગનાટ હોય. એ બેઠો હોય કે ઊભો હોય... એ ભવ્ય વિભૂતિ ભાર્સ... એ મૂર્તિમંત ચૈતન્ય લાગે. પરમાત્માની જ જાણે એ પ્રતિકૃતિ હોયતેવો ભાસ થાય. વૈભારગિરિ ઉપર ઊભેલા એ ધન્ના અણગારનાં દર્શન મગધસમ્રાટ શ્રેણિકે કર્યાં હતાં ત્યારે સમ્રાટને ધન્ના અણગાર આવી જ ભવ્ય વિભૂતિ લાગ્યા હતા. તે નમી પડ્યો હતો.... ગાઈ પડ્યો હતો.... અપ્રમત્તા ધ્યાનીની મૌન વાણી પ્રાણીના પ્રાણોને નવપલ્લવિત કરે છે.
૧૦. વિવાનન્દ-સમૃત અનુમવી : એ ધ્યાની મહાપુરુષને રસ હોય છે માત્ર જ્ઞાનાનન્દનો રસાસ્વાદ કરવામાં, એ સિવાય સંસારમાં એને કોઈ રસ નહીં... બીજું બધું જ નીરસ! જ્ઞાનાનન્દનું અમૃત જ એને ભાવે. આત્મજ્ઞાનનો આસ્વાદ કરતાં એ થાકે જ નહીં.
અહો! આવો ધ્યાની મહાત્મા અંતરંગ સામ્રાજ્યનો વિસ્તાર કરતો કેવું આત્મતત્ત્વ બનાવે છે! એના સામ્રાજ્યનો એ જ સ્વામી! કોઈ બીજી એ સામ્રાજ્ય તરફ ઈર્ષ્યા ન કરી શકે! કોઈ વિપક્ષ-શત્રુપક્ષ નહીં એ સામ્રાજ્યનો.
આવા ધ્યાનીપુરુષને કોની ઉપમા આપવી? નથી દેવલોકમાં કોઈ ઉપમા, નથી મનુષ્યલોકમાં કોઈ ઉપમા! કોઈ પૂર્ણોપમાં ત્રણ ભુવનમાં ન જડે.
અદ્વિતીય અનુપમેય! ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સાધતો ધ્યાતા ખરેખર ચર્મચક્ષુથી ઓળખાતો નથી, પરખાતો નથી. એવા ધ્યાતા પુરુષો જ અંતરંગ અનંત આનંદને અનુભવતા હોય છે. આવી કક્ષા પ્રાપ્ત કરવા માટે ઉપર બતાવેલી દશ વિશેષતાઓનો અભ્યાસ કરવો આવશ્યક છે. ધ્યાતા બનવા માટેની આ આચારસંહિતા છે. આવો જ ધ્યાતા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બની શકે.
હે આતમ! તું ધ્યાતા બની જા. આ પાર્થિવ જગતથી અલિપ્ત બની જા. ધ્યેય-પરમાત્મસ્વરૂપનો પૂજારી બની જા... એનો જ પ્રેમી અને સ્નેહી બની જા. આ જીવનને તું આમાં જ લગાવી દે. ધ્યેયમાં ધ્યાનથી નિમગ્ન બની જા. અનુભવ કરી લે આ અપૂર્વ આનંદનો.
For Private And Personal Use Only