________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
બંધ થઈ જાય છે. દુનિયાનું જાણવાનું, જોવાનું અને સાંભળવાનું અપ્રિય લાગે છે. જીવનમાંથી પાપમય પુરુષાર્થ ઓછો થવા લાગે છે...અને એક દિવસ સંપૂર્ણ પાપ-પુરુષાર્થમય સાંસારિક જીવન ત્યજી દઈ પરમાત્માના મધુર મિલન માટે સંયમમાર્ગે દોડી જાય છે...દોડતો જ જાય છે... નથી ગણકારતો કાંટા-કાંકરાને કે નથી ગણતો ટાઢ-તડકાને! તેની કલ્પનાસૃષ્ટિમાં પરમાત્મા' સિવાય કંઈ જ રહેતું નથી. આગળ-આગળના માર્ગની જાણકારી મેળવતો જાય છે અને આગળ વધતો જાય છે. જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તે પરમ આનંદ અને સુખ અનુભવે છે.
તાત્પર્ય એ છે કે જ્યાં સુધી પૂર્ણતા... ગુણોની પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા જે જે ક્રિયા કરવાની પરમાત્મા જિનેશ્વરદેવે બતાવી છે, તે તે ક્રિયા કરતા જ રહેવાનું છે. માત્ર જાણકારી પ્રાપ્ત કરીને કૃતકૃત્ય બની જવાનું નથી. જો જ્ઞાનના અનુસાર ક્રિયા ત્યજી દીધી તો જ્ઞાન એક બાજુ રહેશે અને જીવન પાપ-ક્રિયાઓથી ભરચક બની જશે. પછી પાસે રહેલા જ્ઞાનનો ઉપયોગ એ પાપક્રિયાઓ પોષવામાં અને ઢાંકવામાં થશે... તેથી આત્માની ભયંકર અવનતિ-પતન થવાનું. આવી દુર્દશા ન સર્જાય તે માટે કાયાને પરોવી દેવા માટે પ્રેરણા આપે છે.
ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવાના ચોકસાઈભર્યા આદર્શને આંખ સામે રાખી, તે આદર્શને સિદ્ધ કરનારી છે તે ક્રિયાઓ આદરપૂર્વક અને વિધિપૂર્વક કરી પૂર્ણાનંદને અનુભવીએ. .
For Private And Personal Use Only