________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર वचोऽनुष्ठानतोऽसङ्गक्रियासंगतिमङ्गति।
सेयं ज्ञानक्रियाऽभेदभूमिरानन्दपिच्छला ।।८।।७२ ।। અર્થ : વચનાનુષ્ઠાનથી અસંગક્રિયાની યોગ્યતા પામે છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ છે, અને આત્માના આનંદ વડે ભીંજાયેલી છે.
વિવેચન : જ્યારે પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે પ્રીતિ-ભક્તિનો રંગ લાગી જાય છે, આત્માના પ્રદેશે પ્રદેશે પ્રીતિ-ભક્તિનો સાગર રેલાઈ જાય છે, ત્યારે જીવાત્મામાં એવું વિશુદ્ધ વીર્ય ઉલ્લસિત થાય છે કે જેના દ્વારા પોતાના પ્રિયતમ પરમાત્માનાં ગહન વચનોને યથાર્થરૂપે સમજી શકે છે અને એ વચનો અનુસાર પુરુષાર્થ કરવા શક્તિમાન બને છે,
ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, નય અને પ્રમાણ.. વગેરેના વાસ્તવિક જ્ઞાન સાથે, સર્વત્ર તે આત્મા ઉચિત પ્રવૃત્તિ કરનાર બને છે, ત્યારે “અસંગ-અનુષ્ઠાન'ની સર્વોત્તમ યોગ્યતા સંપાદન કરે છે. અહીં જ્ઞાન અને ક્ષિા વચ્ચેનો ભેદ દૂર થઈ જાય છે. બંને એકરસ ભાવે બની જાય છે.
અસંગ-અનુષ્ઠાનની ભૂમિમાં ભાવરૂપ ક્રિયા શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ વર્ષોલ્લાસ સાથે એકીભૂત બની જાય છે... ત્રણેયનું ભિન્ન ભિન્ન અસ્તિત્વ રહેતું નથી...તાદાભ્ય ધારણ કરી લે છે. ત્યારે આત્મા સ્વાભાવિક આનંદના અમૃતરસથી તરબોળ બની જાય છે! આવા સ્વાભાવિક આનંદના અમૃતરસથી પરમ તૃતિનો અનુભવ કરતા ‘જિનકલ્પી”, “પરિહાર-વિશુદ્ધિ' વગેરે મહાત્માઓ ભૌતિક વિશ્વ પર રહ્યા રહ્યા પરમ સુખનો આસ્વાદ કરે છે.
આવી ઉચ્ચ આત્માવસ્થા પ્રાપ્ત કરવા માટે ચાર વાતો બતાવાઈ છે : (૧) પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે અવિહડ પ્રીતિ. (૨) પરમાત્મા જિનેશ્વરદેવની આદરપૂર્વક ભક્તિ. (૩) પરમાત્મા જિનેશ્વરદેવનાં વચનોનું સર્વાગીણ જ્ઞાન. (૪) એ જ્ઞાનપૂર્વક.જિન-વચનાનુસાર જીવન જીવવાનો પુરુષાર્થ.
પરમાત્મા જિનેશ્વરદેવ સાથે જ્યારે પ્રીતિ-ભક્તિ બંધાય છે, ત્યારે જગતના પોદુગલિક પદાર્થો સાથેની પ્રતિ ટકી શકતી નથી, શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના આકર્ષણ તૂટવા માંડે છે. મોહાંધ જીવોનાં આદર-સત્કાર કરવાના ને જુઓ પરિશિષ્ટ ૧૦.
For Private And Personal Use Only