________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
શમ છે અને વૈરાગ્યભાવનાથી ભાવિત મનમાળો છે, તે આત્મા ધ્યાનમાં નિશ્ચલ રહી શકે છે. આવો આત્મા જેમ જેમ ધર્મધ્યાન કરતો જાય તેમ તેમ તેના કરુણાસભર આત્મામાં શમરસ ઊભરાય છે અને વિકાર-ઉન્માદો નાશ પામે છે.
ज्ञान-ध्यान-तपशील-सम्यक्त्वसहितोऽप्यहो।
तं नाप्नोति गुणं साधुर्यमाप्नोति शमान्वितः ।।५।।४५ ।। અર્થ : જ્ઞાન-ધ્યાન-તપ-શીલ અને સમ્યક્તસહિત સાધુ પણ અહો! તે ગુણને પ્રાપ્ત કરતો નથી, જે ગુણને શમયુક્ત સાધુ પ્રાપ્ત કરે છે.
વિવેચન : નવ તત્ત્વોનો સર્વાંગીણ બોધ છે, કોઈ પણ એક પ્રશસ્ત વિષયમાં સજાતીય પરિણામની ધારા ચાલે છે, અનાદિકાલીન અપ્રશસ્તવાસનાઓના નિરોધરૂપ તપશ્ચર્યા છે. નવ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન છે, જિનોક્ત તત્ત્વો પર હૃદયપૂર્વક શ્રદ્ધા છે... પરંતુ જો “શમ' નથી, સમતા' નથી, સમસ્ત વિશ્વને દ્રવ્યાસ્તિક નયથી રાગદ્વેષરહિતપણે પૂર્ણચૈતન્યસ્વરૂપે જોવાની કળા નથી.. તો આત્માનું શુદ્ધ અનંતજ્ઞાનમય સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય નહિ. શ્રી પ્રશમરતિ'માં ભગવાન ઉમાસ્વાતિ કહે છે :
सम्यग्दृष्टिानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः ।
तं न लभते गुणं यं प्रशमगुणमुपाश्रितो लभते ।।२४३ ।। સ્વયં સમકિતી હોવા છતાં બીજાઓને “મિથ્યાત્વી' તરીકે જે જુએ છે, સ્વયં જ્ઞાની હોવા છતાં બીજાઓને જે મૂર્ખ સમજે છે, સ્વયં શ્રાવક-સાધુ હોવા છતાં જે બીજાઓને મોહાંધ તરીકે જુએ છે, સ્વયં તપસ્વી હોવા છતાં બીજાઓ કે જે તપ નથી કરતા તેમના પ્રત્યે ધૃણાની દૃષ્ટિએ જુએ છે.... તેમનું ચિત્ત ક્રોધ-અભિમાનની અશાન્તિવાળું હોય છે. તેઓ કેવળજ્ઞાનથી સેંકડો માઈલ દૂર છે.
ચાર-ચાર મહિનાના ઉપવાસ હતા. પરંતુ સંવત્સરીના દિવસે ખાનાર કુરગડુ” મુનિ પ્રત્યે જો તેમણે ધૃણા કરી... અનુપ શાન્ત બન્યા... તો કેવળજ્ઞાન તેમનાથી દૂર રહ્યું. જ્યારે ઉપશમરસમાં તરબોળ કુરગડુમુનિ...સંવત્સરીના દિવસે ઘડો ભરીને ભાત ખાનારા.. તેમને કેવળજ્ઞાન ભેટી પડ્યું!
બાર મહિના સુધી અરણ્યમાં સર્વ કષ્ટોને સહન કરતા ઊભા રહેલા
For Private And Personal Use Only