________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨
શાનુસાર બાહુબલીમાં શું જ્ઞાન ન હતું? ધ્યાન ન હતું? તપ કે શીલ ન હતાં? બધું જ હતું. એક માત્ર ઉપશમ ન હતો! કેવળજ્ઞાનનો ગુણ ન પ્રગટ્યો.. ઉપશમ આવતાં કેવળજ્ઞાન પ્રગટતાં વાર ન લાગી!
ઉપશમ આણો ઉપશમ આણો ઉપશમ-તપ માંહી રાણો રે.” વિણ ઉપશમ જિનધર્મ ન સોહે જિમ જગ નરવર કાણો રે.”
स्वयं भूरमणस्पद्धिवर्धिष्णुसमतारसः ।
मुनिर्येनोपमीयेत कोऽपि नासी चराचरे ।।६।।४६ ।। અર્થ : સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ જેનો છે, એવા મુનિને જેનાથી સરખાવાય એવો કોઈ પણ ચરાચર જગતમાં નથી.
વિવેચન : ચરાચર વિશ્વમાં એવો કોઈ જડ-ચેતન પદાર્થ નથી કે જેની ઉપમા સમતા યોગીને આપી શકાય.. યોગીના આત્મપ્રદેશ પર સમતારસનો જે મહોદધિ ઊછળી રહ્યો હોય છે. તે “સ્વયંભૂરમણ’ નામના અંતિમ વિરાટકાય સમુદ્રની હરીફાઈ કરતો હોય છે! સમતામહોદધિનો વિસ્તાર અનંત હોય છે, ઊંડાઈ પણ અનંત! કહો, હવે સ્વયંભૂરમણ એની આગળ કેવો લાગે?
વળી, સમતા-મહોદધિ નિરંતર વધતો જ જાય છે. વધતો જ જાય છે. જેમ જેમ સમતારસ વધતો જાય છે તેમ તેમ મુનિ અગમ અગોચર સુખ અનુભવતો કેવલ્યશ્રીની નજીક ને નજીક પહોંચતો જાય છે... તે આ પાર્થિવ વિશ્વ પર રહી રહીને મોક્ષના સુખનો સ્વાદ કરી લે છે.
જેને આત્મગુણોમાં રમણતા લાગી ગઈ, પરવૃત્તાંત માટે જે આંધળો, મૂંગો અને બહેરો બની ગયો, મદ-મદન-મોહ-મત્સર રોષ. અને વિષાદનો જે વિજેતા બની ગયો, અવ્યાબાધ .. અનંત સુખનો જ એક માત્ર અભિલાષ જેને જાગી ગયો અને તેથી જે સદ્ધર્મમાં સ્થિત છે, તેને આ જગતમાં કોની ઉપમા આપી શકાય? આવા યોગી માટે તો અહીં જ મોક્ષ છે! શ્રી પ્રશમરતિને સાંભળો :
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ।।२३८ ।। “મદ-મદનથી જે અજેય છે, મન-વચન-કાયાના વિકારોથી જે રહિત છે, પરની આશાથી જે વિનિવૃત્ત છે, તે મહાત્માઓને અહીં જ મોક્ષ છે.” આનું તાત્પર્ય એ છે કે સમતા-રસનું અનુપમ સુખ અનુભવવા, મદ અને મદન પર વિજય મેળવવા ધરખમ પુરુષાર્થ ખેડવો જોઈએ. મન, વચન અને કાયાના
For Private And Personal Use Only