________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ
અમોહ
अनारोपसुखं मोहत्यागादनुभवत्रपि।
आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।।७।।३१।। અર્થ : મોહના ત્યાગથી-ક્ષયોપશમથી આરોપરહિત સ્વભાવનું સુખ યોગી અનુભવતો હોવા છતાં, જૂઠું જેમને પ્રિય છે એવા લોકોને એ સુખાનુભવ કહેતાં આશ્ચર્યવાળો થાય છે.
વિવેચન : વિતરાગ-સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલા યોગમાર્ગ પર પ્રગતિ કરી રહેલો યોગી વીતરાગદેવની અનન્ય કપાથી જ્યારે મોહનો ક્ષય-ઉપશમ કરનારો બને છે, અર્થાતું ચારિત્રમોહનીયના પ્રભાવને ઝાંખો પાડી દે છે ત્યારે આત્માના સ્વાભાવિક... કર્મોદયથી અમિશ્રિત સુખનો રસાસ્વાદ અનુભવે છે.
એવા સ્વાભાવિક સુખના અનુભવી મહાત્મા સમક્ષ જ્યારે એવી પ્રજા ઉપસ્થિત થાય છે કે જે પ્રજા પર મોહનીય કર્મનો અસાધારણ પ્રભાવ હોય છે, ત્યારે તેની સમક્ષ શું બોલવું એ એક પ્રરન બની જાય છે! નથી તો એ સ્વયં સ્વાભાવિક સુખનો અનુભવ કરવા છતાં તે પ્રજાની સમક્ષ કહી શકતા કે નથી એ પ્રજા જેમાં સુખ માની રહી છે તેને સુખ’ કહી શકતા! તેમને આશ્ચર્ય થાય છે કે આ પ્રજાને શું કહેવું!'
જે લોકો માત્ર બાહ્ય પૌગલિક સુખોમાં જ રાચે છે તેમની સમક્ષ સ્વાભાવિક સુખના અનુભવની વાત હાસ્યાસ્પદ બની જાય છે... જ્યારે આત્મસુખનો અનુભવી પૌદ્ગલિક સુખોને સુખરૂપે વર્ણવી શકતો નથી! કારણ કે યોગીની દૃષ્ટિમાં પીગલિક સુખો-કર્મોદયના પ્રભાવથી ઉત્પન્ન થયેલાં સુખો કેવળ દુઃખ જ દેખાય છે. કેવળ ફ્લેશ..ખેદ..વેઠ અને પરિણામે દુર્ગતિ દેખાય છે.
અહીં આપણને કેટલુંક મહત્ત્વનું માર્ગદર્શન મળે છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ કર્યા વિના આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય નહિ. એવા સ્વાભાવિક સુખનો અનુભવી વૈભાવિક સુખમાં દુઃખનું દર્શન કરતો હોય છે, તેને સુખ ન માને. છે આત્મસુખના અનુભવની વાત જગતનાં બાહ્ય સુખોમાં રાચતા જીવો ન
સમજે, તેમાં ખેદ ન પામવો પરંતુ કરુણા ભાવવી. * આત્મસુખના અનુભવી આત્માનો બાહ્ય સુખોમાં રાચતા જીવો સાથેનો સંબંધ ટકી શકતો નથી.
For Private And Personal Use Only