________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જ્ઞાનસાર निर्मलं स्फटिकस्यैव सहज रुपमात्मनः ।
अध्यस्तोपाधिसम्बन्धो जडस्तत्र विमुह्यति ।।६।।३०।। અર્થ : આત્માનું સ્વાભાવિક સિદ્ધસ્વરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે, તેમાં ઉપાધિનો સંબંધ આરોપીને અવિવેકી જીવ એમાં મૂંઝાય છે.
વિવેચન : સ્ફટિકરનની પાછળ લાલ કાગળ રહેલો હોય, સ્ફટિકરત્ન લાલ દેખાતું હોય, તમને કોઈ પૂછે : “સ્ફટિક કેવું છે?' તો તમે શો જવાબ આપવાના?” “સ્ફટિક લાલ છે' એમ કહેવાના? કે “સ્ફટિક લાલ દેખાય છે, પરંતુ લાલાશ તો ઉપાધિ છે, મૂળરૂપે તો સ્ફટિક લાલ છે જ નહિ.'
ભલા, શું આત્મા એના મૂળ સ્વરૂપે એકેન્દ્રિય છે? બેઇન્દ્રિય છે?.પંચેન્દ્રિય છે? કાળાશ, પીળાશ, ગીરપણું શું આત્માનું મૂળ સ્વરૂપ છે? જાડાઈ, પાતળાઈ, ઊંચાઈ...પહોળાઈ... વગેરે શું આત્માનું અસલી સ્વરૂપ છે? શું આત્માના સ્વાભાવિક સ્વરૂપમાં હર્ષ-શોક, શાતા-અશાતા, ઉચ્ચ-નીચતા છે?
સ્ફટિકમાં લાલાશ.. પીળાશ વગેરે જોઈ સ્ફટિકને લાલ-પીળો માની લેનાર મનુષ્ય જેમ મૂર્ખ છે, તેમ આત્મામાં એકેન્દ્રિયપણું..પંચેન્દ્રિયપણું વગેરે જોઈ આત્માને એકેન્દ્રિય પંચેન્દ્રિય વગેરે માની લેનાર પણ મૂર્ખ છે. આત્મામાં કાળાશ, ગૌરપણું વગેરે જોઈ આત્માને કાળો ગોરો માની લેનાર પણ જડ છે.
આત્મામાં કાળું રૂપ...કદરૂપી આકૃતિ જોઈ એના પર અરુચિષ થાય છે. આત્મામાં ગૌરવર્ણ.. સુડોળ આકૃતિ જોઈ રાગ... રુચિ થાય છે, તે દ્રષ્ટાની જડતા છે. એ વિચારતો નથી કે આત્મા તો નિર્મલ સ્ફટિક રત્ન જેવો છે. એના સ્વરૂપમાં નથી કાળું-ગોરું રૂપ કે સુડોળ-બેડોળ આકૃતિ. એ બધું તો કર્મના ઘરનું છે. આત્મા પર કર્મની છાયા છે. આત્મામાં પડી રહેલાં કર્મનાં વિભિન્ન પ્રતિબિંબો છે.
મોહદષ્ટિને ફોડી નાખનારું આ ચિંતન...વિશુદ્ધ આત્મ-સ્વરૂપનું ચિંતન કેટલું બધું શક્તિશાળી છે! કેટલું પ્રભાવસંપન્ન છે... એ તો જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે જ સમજાય, આ બધી માત્ર વાતો કરવાની નથી, પરંતુ જીવનમાં રચનાત્મક રીતે પુરુષાર્થ કરવાનો છે. જે પરસ્વરૂપ છે તેને સ્વસ્વરૂપ માનવાની જડતા, તો જ દૂર થશે.
For Private And Personal Use Only