________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમોહ
विकल्पचषकैरात्मा पीतमोहासवो ह्ययम् ।
भवोच्चातालमुत्तालप्रपञ्चमधितिष्ठति ।।५।।२९।। અર્થ : વિકલ્પરૂપ મદિરા-પાત્રો વડે મોહ-મદિરા પીનાર આ જીવ ખરેખર, જ્યાં હાથ ઊંચા કરી તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસારરૂપ પીઠાનો આશ્રય કરે છે. વિવેચન : સંસાર એ મદિરા-પાનનું પઠું છે. મોહ એ માદક મદિરા છે. વિકલ્પ એ મદિરા-પાનનું પાત્ર છે.
અનંત અનંતકાળથી આપણો આત્મા સંસારમાં બૂરી હાલતે ભટકી રહ્યો છે...પગલિક સુખોના વિકલ્પો...મોહથી છલોછલ ભરેલા વિકલ્પો કરીકરીને તે ઉન્મત્ત બની ગયેલો છે. ઘડીકમાં તાળીઓ પાડતો નાચે છે...ઘડીકમાં છાતી ફૂટતો રુદન કરે છે...ઘડીકમાં સુંદર વસ્ત્રો પહેરી બજારમાં ફરે છે. તો ઘડીકમાં વસ્ત્રવિહીન બની ગટરમાં આળોટે છે.
ક્ષણ પહેલાં પિતા-પિતા' કરતો ગળે વળગી પ્રેમચેષ્ટા કરે છે. તો ક્ષણ પછી એના જ પર દંડો લઈને તૂટી પડે છે. ક્ષણ પહેલાં “મારો પુત્ર...મારો પુત્ર...” કરી સ્નેહથી તરબોળ બની જાય છે... ક્ષણ પછી એ જ સ્ત્રી વાઘણ બની પુત્રનાં ચામડાં ચીરી નાખે છે. સવારે “મારા પ્રાણપ્રિય નાથ..' કહીને ગાઢ આલિંગન આપે છે...બપોરે “દુષ્ટ..ચાંડાલ...' કહીને ગલીચ ગાળો સંભળાવે છે.
મોહ-મદિરાનો નશો.. વૈષયિક સુખોની તીવ્ર તમન્ના! તેમાં જીવ કેવો ઉન્મત્ત...વિવેકશૂન્ય...વ્યવહારભ્રષ્ટ બનીને સંસારમાં ભટકે છે, તે સ્વસ્થ ચિત્તે વિચારવાની જરૂર છે. જ્યાં સુધી મોહમદિરાનો ત્યાગ કરવામાં ન આવે, વિકલ્પનાં મદિરા-પાત્રોને ફેંકી દેવામાં ન આવે ત્યાં સુધી નિર્વિકાર જ્ઞાનાનંદમાં સ્થિરતા ન થઈ શકે. જ્યાં સુધી જ્ઞાનાનંદમાં સ્થિર ન બનાય ત્યાં સુધી પરબ્રહ્મમાં મગ્ન ન થઈ શકાય... અને પરબ્રહ્મની મગ્નતા વિના પૂર્ણતા.. આત્મસ્વરૂપની પૂર્ણતા... અનંત ગુણોની પૂર્ણતા હાંસલ ન કરી શકાય.
સ્થિરતાના પાત્રમાં જ્ઞાનામૃતનું પાન કરનાર આત્મા જ વિવેકી, વિશુદ્ધવ્યવહાર અને ધર્મપરાયણ બની શકે છે.
For Private And Personal Use Only