SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ જ્ઞાનસાર पश्यत्रेव परद्रव्यनाटकं प्रतिपाटकम् । મવપુરથરિ નમૂ4: રિવિતિ ||૪ ા૨૮/ અર્થ : અનાદિ અનન્ત કર્મ-પરિણામ રાજાની રાજધાની-સ્વરૂપ ભવચક્ર નામના નગરમાં રહેતાં છતાં પણ એકેન્દ્રિયાદિ નગરની પોળે પોળે પરદ્રવ્યનું જન્મ-જરા અને મરણાદિરૂપ નાટક જોતો, મોહરહિત આત્મા ખેદ પામતો નથી. વિવેચન : “મોહરાજાએ ભાવનગરની ગલી-ગલીએ ઔદયિક વગેરે ભાવોની જાળ પાથરી દીધી છે.... અનંત અનંત જીવો, કે જે ભાવનગરની ગલીગલીમાં ભરચક રહેલા છે, મોહરાજાની જાળમાં ફસાઈને વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરી રહ્યા છે, બિચારાં તે જીવોને મોહરાજાની જાળનો ભેદ સમજાયો નથી.” જન્મ-યૌવન-જરા મૃત્યુમાં શોક-હર્ષ કરતા ભારે ખેદ-ક્લેશ અનુભવી રહ્યા છે. ભાવનગરમાં ભવચક્રમાં રહેલો પણ આત્મા, જેની મૂઢતા ચાલી ગઈ છે, ઔદયિકાદિ ભાવો તરફ જે ઉદાસીન બન્યો છે; અલબત્ત, મોહની નાટ્યભૂમિ પર હજુ તેને પાત્ર બનીને રહેવું પડ્યું છે, છતાં હવે પોતાના અને બીજાના જીવનમાં બનતા પ્રસંગોને જોવાની દૃષ્ટિમાં આમૂલચૂલ પરિવર્તન આવી જવાથી તે સર્વ પ્રસંગોને “મોહપ્રેરિત નાટક' રૂપે જુએ છે. તેથી તે હર્ષવિષાદનો ક્લેશ અનુભવતો નથી. સમગ્ર સંસારને નગરની ઉપમા આપવામાં આવી છે. નરકગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને દેવગતિ-આ ચાર ગતિ, સંસારનગરની ચાર મુખ્ય શેરીઓ છે. શેરીમાં પણ અવાંતર શેરીઓરૂપ ચાર ગતિના અવાંતર ભેદો છે..તે શેરીએ શેરીએ જે અનંત અસંખ્ય સંખ્યાત જીવો રહેલા છે, તે નાટકનાં પાત્રો છે... તેમની વિવિધ ચેષ્ટાઓ તે નાટકનો અભિનય છે. અભિનયનું સંચાલન મોહરાજા કરી રહેલ છે. નાટકમાં જેમ જન્મનો પ્રસંગ દેખાડવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જન્મ થતો હોતો નથી. મૃત્યુનો પ્રસંગ બતાવવામાં આવે છે, પણ વાસ્તવમાં મૃત્યુ થયું હોતું નથી... દ્રષ્ટા પણ આ હકીકત સમજતો હોવાથી જન્મ થતાં હર્ષ પામતો નથી. મૃત્યુ થતાં શોકરુદન કરતો નથી. તેમ સંસારના નાટકમાં પણ જીવનો જન્મ, જીવનું મૃત્યુ વગેરે પ્રસંગો દેખાય છે, પરંતુ જ્ઞાની દ્રષ્ટા સમજે છે કે વાસ્તવમાં આત્મા જન્મતો નથી કે મરતો નથી! પોતે પણ જન્મમરણનો અભિનય કરે છે... વાસ્તવમાં જન્મતો નથી કે મરતો નથી. પછી શા માટે હર્ષ કે શોક કરવાનો? For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy