________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭).
જ્ઞાનસાર કષ્ટમાત્રરૂપ (તપ) તો અભવ્યોને પણ સંસારમાં દુર્લભ નથી.
વિવેચન : શાસ્ત્રોમાં કહેવાયું છે કે “વીશ સ્થાનક" તપ તીર્થંકર નામકર્મ બાંધી આપે છે. તીર્થંકરો પણ પૂર્વના ત્રીજા ભવમાં આ તપ કરીને તીર્થકર નામકર્મ બાંધતા હોય છે.
સમાપત્તિનું ફળ જો પ્રાપ્ત ન થતું હોય તો માત્ર કષ્ટરૂપ તપ તો અભવ્યો પણ કરે છે. તેઓને ક્યાં સમાપત્તિનું ફળ મળે છે? અર્થાત્ તીર્થંકર નામકર્મનો બંધ માત્ર કષ્ટ-ક્રિયા કરવાથી થતો નથી. તે માટે સમાપત્તિ તો જોઈએ જ.
જે “વીસ-સ્થાનકની આરાધના કરવાની હોય છે એ સ્થાનકોનાં નામ આ પ્રમાણે છે :
(૧) તીર્થંકર, (૨) સિદ્ધ, (૩) પ્રવચન, (૪) ગુરુ, (૫) સ્થવિર, (૬) બહુશ્રુત, (૭) તપસ્વી, (૮) દર્શન, (૯) વિનય, (૧૦) આવશ્યક, (૧૧) શીલ, (૧૨) વ્રત, (૧૩) ક્ષણલવ સમાધિ, (૧૪) તપ સમાધિ, (૧૫) ત્યાગ (દ્રવ્યથી). (૧૬) ત્યાગ (ભાવથી), (૧૭) વૈયાવચ્ચ, (૧૮) અપૂર્વજ્ઞાન-ગ્રહણ, (૧૯) શ્રુતભક્તિ, (૨૦) પ્રવચનપ્રભાવના.
પહેલા અને છેલ્લા જિનેશ્વરે (ઋષભદેવ અને મહાવીરસ્વામીએ) પૂર્વ ભવમાં આ વીશે વીશ સ્થાનકોની આરાધના કરી હતી. મધ્યના ૨૨ જિનેશ્વરોએ-કોઈએ બે, કોઈએ ત્રણ- એમ અનિયમિત સંખ્યામાં આરાધના કરી હતી. પરંતુ આ બધી જ આરાધનામાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ સમાપત્તિ તો ખરી જ. એના વિના તીર્થંકર નામકર્મ ન બાંધી શકાય.
માત્ર તપ કરીને સંતોષ વાળનાર જીવે અહીં વિચારવાની જરૂર છે. ભલે એક-એક સ્થાનકની આરાધના માસખમણ (મહિનાના ઉપવાસ) કરીને તમે કરતા હો ને એક-એક પદની માળા જપતા હો, પરંતુ જ્યાં સુધી ધ્યેયમાં લીનતા ન આવે ત્યાં સુધી એ તપ કષ્ટક્રિયા માત્ર છે.
ભગવાન મહાવીરસ્વામી ચાર-ચાર મહિનાના ઉપવાસ, છ-છ મહિનાના ઉપવાસ જેવી ઘોર તપશ્ચર્યા કરીને પણ દિવસ ને રાત ધ્યાનાવસ્થામાં રહેતા હતા. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા કરતા હતા... ધન્ના અણગાર છઠ્ઠ તપના પારણે છઠ્ઠ તપ કરતા હતા... પરંતુ વૈભારગિરિ ઉપર જઈને ધ્યાનસ્થ બનીને સમાપત્તિ સાધતા હતા.... તે જુઓ પરિશિષ્ટ ૩૦.
For Private And Personal Use Only