________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
ધ્યાન
કારણ કે આ તાત્ત્વિક અભેદ નથી! પરમાત્માનું આત્મદ્રવ્ય અને અન્તરાત્માનું આત્મદ્રવ્ય, બંને જુદાં છે. એ બંનેના અસ્તિત્વનું એકીકરણ ન થઈ શકે, બે દ્રવ્યો એક ન બની શકે. માટે જ્યારે બે આત્મદ્રવ્યોનું ભાવોની દષ્ટિએ મિલન થાય છે, લીનતા થાય છે, ત્યારે અભેદનો આરોપ કરવામાં આવે છે.
આપણે અત્તરાત્મા બનીએ, ઇચ્છાઓનો ક્ષય કરીએ, અને ધ્યાન ધરીએ પરમાત્માનું, તો મણિ જેવા આપણા વિશુદ્ધ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે.. એ કેવી ક્ષણો હોય! આત્મા ક્ષણ-બે ક્ષણ માની લે કે હું પરમાત્મા છું! અહં બ્રહ્માસ્મિ' - આ વાત આ કક્ષાએ કેવી ઘટી જાય છે!
आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धतः। तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमाद् भवेत् ।।४।।२३६ ।। અર્થ : તે સમાપત્તિથી પુણ્ય-પ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મના બંધથી ફળની પ્રાપ્તિ થાય (અને) તીર્થંકરપણાના અભિમુખપણાથી અનુક્રમે આત્મિક સંપત્તિરૂ૫ ફળ થાય. વિવેચન : સમાપત્તિ, આપત્તિ અને સંપત્તિ. સમાપત્તિથી આપત્તિ અને આપત્તિથી સંપત્તિ.
આપત્તિ એટલે આફત નહીં! આપત્તિ એટલે દુઃખ નહીં! આ તો આપત્તિનો કદીય ન સાંભળ્યો હોય તેવો અર્થ છે! અહીં “આપત્તિ' પારિભાષિક અર્થમાં વપરાયેલો શબ્દ છે.
“તીર્થંકર-નામકર્મ' બાંધવું તે આપત્તિ! હા, સમાપત્તિથી તીર્થંકર નામકર્મ બંધાય છે અને તે “આપત્તિ છે. જે આત્મા આ નામકર્મ બાંધે તે જ આત્મા તીર્થકર બને અને ધર્મતીર્થની સ્થાપના કરી વિશ્વને ધર્મપ્રકાશ આપે.
કર્મો આઠ પ્રકારનાં છે. તેમાંનું એક “નામકર્મ' છે. એ નામકર્મ ૧૦૩ પ્રકારનું છે. તેમાંનું એક “તીર્થંકર નામકર્મ' છે. એ કર્મ જે આત્મા બાંધે તે ત્રીજા ભવમાં તીર્થકર બને.
ત્રીજા ભવમાં જ્યારથી જન્મ થાય છે, ત્યારથી સંપત્તિ...! ગર્ભાવસ્થામાં જ ત્રણ જ્ઞાની સ્વાભાવિક વૈરાગ્ય! આ તો આત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ પણ વિપુલ હોય... યશ, કીર્તિ અને પ્રભાવ પણ અપૂર્વ હોય.
इत्थं ध्यानफलाद् युक्तं विंशतिस्थानकाद्यपि ।
कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ।।५।।२३७।। અર્થ : આ પ્રકારે ધ્યાનના ફળથી વશ સ્થાનક આદિ તપ પણ યોગ્ય છે.
For Private And Personal Use Only