________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦.
જ્ઞાનસાર માટે. કડછી તો માત્ર ખીર તૈયાર કરવા માટેનું સાધન છે. સાધન તરીકે જ એનું મહત્ત્વ છે. એ સાધનથી ખીર તૈયાર થયા પછી લક્ષ ખીર ઉપર જ જોઈએ, કડછી ઉપર નહીં.
તર્કબુદ્ધિની અહીં મર્યાદા સ્પષ્ટ કરી દેવામાં આવી છે. શાસ્ત્રોનો અર્થનિર્ણય થઈ ગયો, ભોજન તૈયાર થઈ ગયું. પછી કડછીને કોરાણે મૂકી દેવાની હોય. તર્કબુદ્ધિનું પછી કામ નહીં. પછી તો એ તૈયાર થયેલા અર્થનિર્ણયનો રસાસ્વાદ. માણવા અનુભવ-જીભ ઉપર એને મૂકી દો અને એને ખૂબ ચાવીચાવીને રસાનુભૂતિ કરો.
અહીં શાસ્ત્રજ્ઞાનનો અને “અનુભવ' નો સંબંધ પણ બતાવાયો છે. ખીર વિના ખીરનો રસાસ્વાદ જીભ દ્વારા મનુષ્ય ન માણી શકે. જીભ ગમે તેટલી સારી હોય પણ ખીર જ ન હોય તો? તેમ શાસ્ત્રજ્ઞાન વિના અનુભવની જીભ શું કરે? માટે શાસ્ત્રજ્ઞાનની ખીર પકાવવી તો અનિવાર્ય જ છે. એની ઉપેક્ષા ક્યું નહીં ચાલે.
અને ખીરને પકાવવા માટે કડછી પણ એટલું જ મહત્ત્વ રાખે છે. માત્ર ખીરને ચૂલે ચઢાવી દેવાથી ખીર તૈયાર ન થાય, પણ બળી જાય અને બેસ્વાદ બની જાય. એ તો કડછીથી હલાવતા રહેવું પડે! તેમ તર્કબુદ્ધિ વિના શાસ્ત્રોના જ્ઞાનની ખીર પકાવી શકાતી નથી. જ્યાં સુધી શાસ્ત્રોના અર્થના જ્ઞાનરૂપ ખીર પાકે નહીં, ત્યાં સુધી તર્કબુદ્ધિની કડછીથી હલાવતા રહો! ખીર તૈયાર કરો! થઈ ગયા પછી કડછીને કોરાણે મૂકી. જીભને તૈયાર કરો!
અનુભવને કેવી ઘરગથ્થુ ભાષામાં અહીં સમજાવી દેવામાં આવ્યો છે!
બુદ્ધિવાદીઓને એમની બુદ્ધિની કાર્યસીમા બાંધી આપી. બુદ્ધિની, તર્કની અવગણના કરવાવાળાઓને બુદ્ધિની અનિવાર્યતા સમજાવી આપી, માત્ર અનુભવનાં ગાણાં ગાનારાઓને શાસ્ત્રો અને શાસ્ત્રોનાં રહસ્યો પામવાની વાત ગળે ઉતારી દીધી. જિંદગીપર્યત શાસ્ત્રોનાં પોટલાં માથે મૂકી પંડિતાઈમાં કૃતકૃત્યતા સમજનારને અનુભવની દિશા ચીંધી. આ રીતે સહુનો સમન્વય કરી કેવું આત્મવિજ્ઞાન પ્રગટ કર્યું
ચાલો, આપણે જીવનના રસોડામાં બેસી, ચૂલા પર શાસ્ત્રજ્ઞાનની ખીર પકાવીએ... તર્કબુદ્ધિની કડછીથી ખીરને પકાવીને અનુભવની જીભ દ્વારા એ ખીરનો રસાસ્વાદ માણી જીવનની સાર્થકતા અનુભવીએ.
For Private And Personal Use Only