________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૧૯ માર્ગે ચાલી આત્માની અનુભૂતિ કરી, દુઃખ-અશાન્તિથી મુક્ત બનવાનું કામ કરવું એ જ સાર છે અને એ જ પરમાર્થ છે. અહીં ગ્રંથકારે “અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવામાં આજદિન સુધી પંડિતો સફળ થયા નથી. એમ કહીને આપણને માર્ગ બદલવાની પ્રેરણા આપી છે. આત્માનુભવના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
શાસ્ત્રો અને વિદ્વાનો તો માત્ર માર્ગદર્શક છે, એમના પાસે જ ઊભા રહેવાથી કાર્યસિદ્ધિ નહીં થાય.
केषां न कल्पनादवी शास्त्रक्षीरानगाहिनी। विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ।।५।।२०५ ।। અર્થ : કોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ક્ષીરમાં પ્રવેશ કરનારી નથી? પરંતુ અનુભવરૂપ જીભ વડે શાસ્ત્રના આસ્વાદને જાણનાર થાડાં જ છે.
વિવેચન : ઘરકામમાં મશગૂલ રહેનારી ભારતીય નારીને જાણે અનુભવજ્ઞાનનું વિજ્ઞાન ન સમજાવતા હોય, તેમ શ્રી ઉપાધ્યાયજી રસોડાનાં ઉપકરણો લઈ સમજાવવા બેસી જાય છે!
આ ચૂલા પર ઊકળી રહેલી ખીર જુઓ. તેમાં કડછી (ખીરને હલાવવાનો તાવેતો) નાખીને તમે ખીરને હલાવી શકો છો. એને બળવા દેતા નથી.. પણ કડછીથી ખીરને હલાવવા માત્રથી ખીરનો રસાસ્વાદ તમે માણી શકો? ના.
ખીરનો સ્વાદ અનુભવવા તો જીભ પર એને મૂકવી પડે. ખીર સાથે જીભનો સંયોગ થાય અને જીભ લપલપ કરતી મખમાં ફરી વળે ત્યારે એના રસની અનુભૂતિ થાય છે! શાસ્ત્ર એ ખીરનું ભોજન છે. કલ્પના (તર્કબુદ્ધિ) એ કડછી છે. અનુભવ એ જીભ છે.
ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે : તર્કબુદ્ધિથી શાસ્ત્રોને ઊથલાવ્યા જ કરશો... ઉથલાવ્યા જ કરશો, તેથી તમે શાસ્ત્રજ્ઞાનનો રસાસ્વાદ નહીં અનુભવી શકો; એટલું જ નહીં, પરંતુ શાસ્ત્રોને તર્કબુદ્ધિથી હલાવ્યા કરવામાં જ જીવનનો સમય પૂર્ણ થઈ ગયો તો અંત સમયે અફસોસ થશે કે “હલાવી હલાવીને ખીરનું ભોજન તો તૈયાર કર્યું, પણ એનો રસ લૂંટવા માટે અભાગી રહી ગયો!'
ખીરનું ભોજન તૈયાર થાય છે એનો ઉપભોગ કરવા માટે, એના રસાસ્વાદ
For Private And Personal Use Only