________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
શાનસાર
આજે બુદ્ધિથી, તર્કથી જ બધું સમજવાનો આગ્રહ વધતો જાય છે. બુદ્ધિ અને તર્કથી સમજાય અને ઇન્દ્રિયોથી અનુભવાય તેને જ માનવાની વૃત્તિ પ્રબળ બનતી જાય છે. જે બુદ્ધિથી ન સમજાય કે તર્કથી સિદ્ધ ન થાય તેને અવગણી નાખવાનું તોફાન પણ વધી રહ્યું છે, ત્યારે શ્રી ઉપાધ્યાયજીનું આ કથન જગજાહેર કરવું આવશ્યક છે.
બુદ્ધિથી ન સમજી શકાય એવું કોઈ તત્ત્વ શું આ અનંત વિશ્વમાં છે જ નહીં? શું વિશ્વમાં બુદ્ધિથી અણઉકેલાયેલી કોઈ સમસ્યા જ નથી રહી? કોઈ પ્રશ્ન જ નથી રહ્યો? સેંકડો, હજારો એવી સમસ્યાઓ આજના વૈજ્ઞાનિકોની સામે પડેલી છે કે જેનો ઉકેલ તેઓ બુદ્ધિથી લાવી શક્યા નથી.
કદાચ તમે કહેશો? ‘જેમ જેમ બુદ્ધિનો વિકાસ થશે, તેમ તેમ એ સમસ્યાઓનો પણ ઉકેલ આવી જશે.’
બુદ્ધિમાં હમેશાં તરતમતા રહેલી હોય છે. બુદ્ધિ હમેશાં અપૂર્ણ રહે છે. પૂર્ણ ચૈતન્યના સાક્ષાત્કાર વિના કે એના પર શ્રદ્ધા સ્થાપિત કર્યા વિના સર્વ સમસ્યાઓનું સમાધાન શક્ય નથી.
આકાશના ચાંદને આંબી જનારું આજનું વિજ્ઞાન પૃથ્વી પરના માનવોની દરિદ્રતાની સમસ્યા હલ કરી શકતું નથી! અજ્ઞનો પ્રશ્ન ઉકેલી શકતું નથી, માનસિક અશાન્તિ ટાળી શકતું નથી! છતાં વિજ્ઞાનનાં ગાણાં ગાતા અર્ધદગ્ધ માનવો વિજ્ઞાનની સર્વોપરિતા પર અંધશ્રદ્ધા ધારણ કરી રહ્યાં છે. બુદ્ધિનો દુરાગ્રહ માનવીને અતીન્દ્રિય પદાર્થોનું અસ્તિત્વ પણ સ્વીકારવા દેતો નથી, પછી એ અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્કાર કરવાની તો વાત જ ક્યાં રહી!
આત્મા-પરમાત્મા ઇન્દ્રિયોને અગોચર તત્ત્વ છે. જો કે તર્ક અને યુક્તિથી એનું અસ્તિત્વ સિદ્ધ છે, પરંતુ ઇન્દ્રિયોથી એ તત્ત્વ પ્રત્યક્ષ ન અનુભવાય એવું છે. એનો અનુભવ ક૨વા માટે ઇન્દ્રિયાતીત શક્તિ જોઈએ. વળી ઇન્દ્રિયાતીત તત્ત્વોને માત્ર જાણવા ખાતર જાણવાનાં નથી, એ તત્ત્વોનો સાક્ષાત્કાર મનુષ્યને પરમ શાન્તિ આપનાર છે. એ સાક્ષાત્કાર માનવીની એવી સર્વ સમસ્યાઓનો ઉકેલ છે કે જે ઉકેલ બીજા કોઈ સાધનથી શક્ય નથી. એ સાક્ષાત્કાર થયા પછી મનુષ્ય પોતાને ‘દુઃખી, અશાન્ત’ સમજતો નથી. દુઃખ અને અશાન્તિ એને સ્પર્શ કરી શકતાં નથી.
માટે, અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવા માટે બુદ્ધિના રવાડે ચડી વાદવિવાદમાં માનવજીવનનો કિમતી સમય ગુમાવ્યા વિના, અનુભવના
For Private And Personal Use Only