________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧
અનુભવ
पश्यतु ब्रह्म निर्द्वन्द्वं निर्द्वन्द्वानुभवं विना।
कथं लिपिमयी दृष्टिर्वाङ्मयी वा मनोमयी ।।६।।२०६।। અર્થ : ફ્લેશરહિત શુદ્ધ અનુભવ વિના પુસ્તકરૂપ, વાણીરૂપ અર્થના જ્ઞાનરૂપ દૃષ્ટિ રાગદ્વેષાદિરહિત શુદ્ધ આત્મસ્વરૂપ કેમ દેખે? વિવેચન : ચર્મદષ્ટિ, શાસ્ત્રદષ્ટિ, અનુભવદષ્ટિ,
જે પદાર્થનું દર્શન અનુભવદૃષ્ટિથી જ થઈ શકે એમ છે એ પદાર્થને ચર્મદષ્ટિથી કે શાસ્ત્રદૃષ્ટિથી જોવાનો પુરુષાર્થ કરવો વ્યર્થ છે. કર્મકલંકથી મુક્ત વિશુદ્ધ બ્રહ્મનું દર્શન ચર્મદષ્ટિથી ન થઈ શકે, શાસ્ત્રદૃષ્ટિથી નહીં થઈ શકે. તે માટે જોઈએ અનુભવષ્ટિ.
લિપિમયી દૃષ્ટિ, વામયી દૃષ્ટિ, મનોમયી દૃષ્ટિ. આ ત્રણેય દૃષ્ટિનો સમાવેશ શાસ્ત્રદૃષ્ટિમાં થાય છે. આ ત્રણેય દૃષ્ટિઓ વિશુદ્ધ આત્મસ્વરૂપને જોવા અસમર્થ છે.
લિપિ' સંજ્ઞાક્ષરરૂપ હોય છે. ચાહે એ લિપિ ગુજરાતી હોય, સંસ્કૃત હોય કે કોઈ પણ હો, કેવળ અક્ષરોની દૃષ્ટિથી પરમ બ્રહ્મનું દર્શન થાય નહીં. વામયી દૃષ્ટિ વ્યંજનાક્ષરરૂપ છે; અર્થાત્ અક્ષરોનું ઉચ્ચારણ કરવા માત્રથી પરમ બ્રહ્મનું દર્શન થાય નહીં. મનોમયી દષ્ટિ છે અર્થના પરિજ્ઞાનરૂપ; અર્થાત્ ગમે તેટલું અર્થજ્ઞાન મળે, છતાં એના દ્વારા સર્વ ક્લેશરહિત આત્મસ્વરૂપનું દર્શન પ્રત્યક્ષ ન થઈ શકે.
કોઈ કહેતું હોય કે “પુસ્તકો વાંચીને, ગ્રંથો વાંચીને પરમ બ્રહ્મનું દર્શન થાય છે. તો તે ભ્રમ છે. કોઈ કહેતું હોય કે “કોઈ શ્લોક” શબ્દ કે અક્ષરોનું ઉચ્ચારણ કરવાથી આત્માનું દર્શન થાય છે, તો તે પણ યથાર્થ નથી. કોઈ કહે છે કે “શાસ્ત્રોના એક એક શબ્દનો અર્થ સમજો, તો આત્માનો સાક્ષાત્કાર થશે.” આ પણ માનવા જેવું નથી.
આત્માનું... કર્મોનાં આવરણોથી મુક્ત વિશુદ્ધ આત્માનું દર્શન કરવા માટે જોઈએ કેવળજ્ઞાનની દૃષ્ટિ! એ જ અનુભવ-દષ્ટિ છે! જ્યાં સુધી આપણી દષ્ટિ કર્મોના પ્રભાવથી રોગી છે, ત્યાં સુધી કર્મરહિત આત્મા ન દેખાય. લાલ કાચના ચશ્મામાંથી સફેદ પદાર્થ ન દેખાય, લાલ જ દેખાય, તેમ કર્મોના પ્રભાવ નીચે રહેલી દૃષ્ટિથી બધું કર્મયુક્ત જ દેખાય, કર્મરહિત ન દેખાયા
For Private And Personal Use Only