________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
જ્ઞાનસાર દાન દ્વારા તારી પ્રશંસા... લોકપ્રશંસા મેળવવા નથી ઝંખતો ને? દાન દેવા માત્રથી ખુશ થાય છે? ના, દાનથી બીજા લોકો પ્રશંસા કરે ત્યારે જ ખુશ થાય છે ને?
જ્ઞાન મેળવવાથી આનંદ આવે છે કે બીજાઓ તને “જ્ઞાની વિદ્વાન' કહે ત્યારે આનંદ આવે છે?
બ્રહ્મચર્યનું પાલન કરવાથી પ્રસન્નતા મળે છે કે બીજાઓ જ્યારે તને બ્રહ્મચારી” કહે ત્યારે આનંદ આવે છે?
સદ્ધર્મના માધ્યમથી તું લોકપ્રશંસા મેળવવા ચાહે છે, તો તું ચિંતામણિરત્ન આપી બોર ખરીદનાર ગમાર ભરવાડ કરતાં વધુ બુદ્ધિશાળી કેવી રીતે? હા. તું સદ્ધર્મ દ્વારા લોકપ્રશંસા મેળવવા ચાહતો નથી, પરંતુ તારું પુણ્યકર્મ એવું છે કે લોકો તારી પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી; તો એમાં તું ગુનેગાર બનતો નથી. પરંતુ તારે આ આદર્શ તો રાખવાનો જ કે “આ પ્રશંસા પુણયજન્ય છે. એમાં ખુશી માનવાની જરૂર નથી, કારણ કે પુણ્ય પૂરું થઈ જતાં પ્રશંસકો જ નિંદકો બની જશે! જો પ્રશંસામાં ખુશી થઈ છે તો નિંદામાં દુ:ખ થવાનું જ.”
તમે સદ્ધર્મની આરાધના કરો છો, તમને લોકપ્રશંસા નથી મળતી, તેથી તમે નિરાશ ન થશો. સદ્ધર્મનું ફળ લોકપ્રશંસા નથી! લોકો પાસે તમારા સદ્ધર્મની કદર કરાવવાની ભાવના ન રાખશો. સદ્ધર્મની આરાધના દ્વારા તમારે તમારા આત્માને નિઃસ્પૃહ મહાત્મા બનાવવાનો છે; કર્મનાં બંધનો તોડવાનાં છે, આત્માને પરમાત્મા બનાવવાનો છે. લોકપ્રશંસાના વ્યામોહમાં જ ફસાઈશ તો તારા આ ભવ્ય આદર્શોની તત્કાલ કબર ખોદાશે; માટે ખૂબ સાવધાન બની સદ્ધર્મની આરાધના કર.
लोकसंज्ञामहानद्यामनुस्त्रोतोऽनुगा न के।
प्रतिस्रोतोऽनुगस्त्वेको राजहंसो महामुनिः ।।३।।१७९ ।। અર્થ : લોકસંજ્ઞારૂપ મોટી નદીમાં લોકપ્રવાહને અનુસરનારા કોણ નથી? સામે પ્રવાહે ચાલનાર રાજહંસ જેવા એક મુનીશ્વર છે. વિવેચન : એક મોટી નદી છે...
ગંગા, જમના, નર્મદા અને મહી નદી કરતાંય મોટી, જે દિશામાં એ મહા નદીઓ વહે છે, એ પ્રવાહમાં.. અનુકૂળ દિશામાં તે સહુ તણાય છે, સહુ
For Private And Personal Use Only