________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯
યોગ
કાયોત્સર્ગ, પદ્માસન વગેરે આસનો, યોગમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા અને જિનમુદ્રા વગેરે મુદ્રાઓ ક્રિયાયોગ છે. આપણે આ આસન, મુદ્રા વગેરે જાળવ્યા વિના પ્રતિક્રમણ, ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ કરીએ તો શું તે ક્રિયાયોગ કહેવાય? શું આપણો ક્રિયાયોગ પણ સાંગોપાંગ આરાધાય છે? પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં કાઉસ્સગ્ન કરીએ છીએ, શું એ કાઉસ્સગ્ગ એના નિયમો મુજબ થાય છે? કાઉસ્સગ્ગ કેવી રીતે કરવો, એનું શિક્ષણ લીધા વિના કાઉસ્સગ્ન કરનારા “સ્થાન-યોગ'ની ઉપેક્ષા નથી કરી રહ્યા? અરે, એ જ
ખ્યાલ નથી કે કાઉસ્સગ્ગ એ યોગ છે! પદ્માસન વગેરે આસન યોગ છે! યોગમુદ્રા વગેરે મુદ્રાઓ યોગ છે! કઈ ક્રિયા કરતી વખતે કઈ મદ્રા રાખવી જોઈએ, એનો ખ્યાલ કેટલા જીવોને?
વર્ણ-યોગ'ની આરાધના ક્રિયાયોગ છે. સામાયિકાદિ સૂત્રોનું ઉચ્ચારણ કેવું કરીએ છીએ? શું એમાં શુદ્ધિનું લક્ષ છે? એમાં સંપદા (અલ્પવિરામ, પૂર્ણવિરામ)નું ધ્યાન રહે છે? એક નવકાર મંત્રનું ઉચ્ચારણ પણ શુદ્ધ છે? જો આ રીતે સ્થાનયોગ અને વર્ણયોગનું પાલન કરીએ અને ક્રિયાઓ કર્યો જઈએ છતાં ક્રિયાયોગના આરાધક કહેવાઈએ? હવે વિચારો “જ્ઞાનયોગની ઉપાસના.
સૂત્રોના અર્થનો અવબોધ હોવો જોઈએ. ક્રિયાયોગમાં મનની સ્થિરતા, ચિત્તની પ્રસન્નતા તો જ પ્રાપ્ત થાય કે જો એના અર્થનું જ્ઞાન હોય. અર્થજ્ઞાન એવી રીતે મેળવવું જોઈએ કે જેથી સૂત્રોનું આલંબન લીધા વિના સીધી અર્થોની સંકલના ચાલે અને એના ભાવપ્રવાહમાં મન તણાતું જાય.
અમને ધર્મક્રિયાઓમાં આનંદ આવતો નથી'-આ ફરિયાદ વ્યાપક બનતી જાય છે, પરંતુ આનંદ મેળવવા માટે ધર્મક્રિયાઓ કોણ કરે છે? હા, ધર્મક્રિયાઓ ભરપૂર આનંદ આપી શકે એમ છે, પરંતુ એમાંથી આનંદ મેળવવાની ઈચ્છા છે? સિનેમા-નાટક-સરકસમાંથી આનંદ મેળવવાની ઈચ્છા જ્યાં સુધી પ્રબળ છે, ત્યાં સુધી ધર્મક્રિયાઓ ફિક્કી જ લાગવાની. ભોગીને યોગ ક્યાંથી પ્રિય લાગે? ભોગમાં નીરસતા આવ્યા વિના યોગમાં રસવૃત્તિ જાગ્રત ન થાય. યોગક્રિયાઓમાં જોડાયેલા ભોગનું મન ભોગની દુનિયામાં ભટકવા નીકળી પડે છે... ત્યારે એ ભોગી ક્રિયાઓનો દોષ જુએ છે!
આલંબનના માધ્યમથી યોગી પોતાના મનને સ્થિર રાખે છે. પરમાત્માની પ્રતિમા યોગીઓનું શ્રેષ્ઠ આલંબન છે. પદ્માસનસ્થ મધ્યસ્થ ભાવને ધારણ કરતી પ્રતિમા યોગીના મનને બાંધી રાખે છે. યોગી માટે જિન-પ્રતિમા
For Private And Personal Use Only