________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૨૫ પોતાના તરફ ધૃણા બતાવનારા એ મુનિઓ તરફ શાસ્ત્રદૃષ્ટિથી જોયું હતું!
(૧) ચર્મદૃષ્ટિએ “થેંક' બતાવ્યું, શાસ્ત્રષ્ટિએ તેને “ધી બતાવ્યું. આ તો લુખ્ખા ભાતમાં આ તપસ્વીઓએ “ધી” નાખ્યું “તપસ્વીઓના મુખનું અમૃત!”
(૨) ચર્મદૃષ્ટિથી જે વચનો તિરસ્કારભર્યા લાગે, શાસ્ત્રદૃષ્ટિથી એ વચનો પવિત્ર પ્રેરણાનો પ્રવાહ’ લાગ્યો! – “હું આજે સંવત્સરીના મહાપર્વમાં પેટ ભરનારો છું.. મને આ તપસ્વીઓએ અણાહારી પદની પ્રેરણા આપી!'
(૩) ચર્મદષ્ટિ એ તપસ્વીઓને “ક્રોધી. અભિમાની' બતાવતી હતી, શાસ્ત્રષ્ટિ એ મુનિવરોને મોક્ષમાર્ગના યાત્રિક બતાવતી હતી! મોક્ષમાર્ગદર્શક બતાવતી હતી.
શાસ્ત્રદૃષ્ટિથી એ કુરગડુ મુનિએ અનુભવનું અમૃત મેળવ્યું! થોડી જ ક્ષણોમાં એ અનુભવદૃષ્ટિથી એમણે વિશુદ્ધ પરમ બ્રહ્મનું દર્શન કર્યું! આ કામ કરે છે. શાસ્ત્રદૃષ્ટિ!
એક પગ ઊંચો કરીને, બે હાથ ઊંચા કરીને, સૂર્ય સામે દૃષ્ટિ લગાવીને જંગલમાં ધ્યાન ધરતા પ્રસન્નચન્દ્ર રાજર્ષિના કાને પેલા સૈનિકોનાં વચનો પડ્યાં : 'જુઓ, બિચારા નાના રાજ કુમારને ત્યજી પ્રસન્નચંદ્ર જંગલમાં ધ્યાન ધરે છે, જ્યારે એ રાજકુમારનું રાજ્ય એનો કાકો લઈ લેવા તૈયાર થયો છે!'
પ્રસન્નચન્દ્ર આ વચનોને શાસ્ત્રદૃષ્ટિથી ન સાંભળ્યાં! તેમણે મનોભૂમિ પર શત્રુ સામે જંગ માંડ્યો...રૌદ્ર ધ્યાનમાં ચઢ્યા... ઘોર હિંસાનું તાંડવ મચ્યું.. સાતમી નરકમાં લઈ જાય એવાં કર્મો બાંધવા માંડ્યાં! ભગવાન મહાવીર સ્વામી સમવસરણમાં રહ્યા રહ્યા પ્રસન્નચન્દ્રની ચર્મદષ્ટિની લીલા જોઈ રહ્યા હતા.... શ્રેણિકે જ્યારે રાજર્ષિની પ્રશંસા કરીને પ્રશ્ન પૂછયો ત્યારે ભગવંતે કહ્યું : શ્રેણિક, એ રાજર્ષિ જો હમણાં મરે તો સાતમી નરકે જાય!”
રાજર્ષિ નિવેશમાં હતા, ધ્યાનસ્થ મુદ્રામાં હતા, કઠોર આતાપના લેવાની ક્રિયામાં હતા. પરંતુ દષ્ટિ શાસ્ત્રની ન હતી! તેના પરિણામે તેમનું “શ્રવણ' તેમનું અધોગમન કરી રહ્યું હતું. પરંતુ જ્યાં એમણે “શાસ્ત્રદષ્ટિ' મેળવી, માથાનો મુગટ લઈ શત્રને મારવા જતાં મુંડાયેલું મસ્તક જોયું.. ને દષ્ટિપરિવર્તન થયું. ત્યાં શાસ્ત્રદૃષ્ટિએ તેમને અધોગતિમાંથી ઊંચક્યા. ખૂબ જ ઝડપથી...ક્ષણોમાં જ તેમને “કેવળજ્ઞાનની ભૂમિકાએ લાવીને મૂકી દીધા.
શાસ્ત્રોનું અધ્યયન શાસ્ત્રષ્ટિ માટે કરી, તેના દ્વારા વિશ્વદર્શન કરવાથી, પરબ્રહ્મ-અન્ય નિરપેક્ષ પરમાત્મદશા પામી શકાશે.
For Private And Personal Use Only