________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૭૮.
આઠમે ગુણસ્થાનકે પ્રથમ વજ ઋષભનારાચ સંઘયણવાળો સાધુ પ્રથમ શુક્લધ્યાને ધ્યાવવાનો પ્રારંભ કરે છે. અહીં ધ્યાન ધ્યાવનારૂપ ક્રિયા
કરવી જ પડે છે, એ તાત્પર્ય છે. આ ઘાતકર્મોનો ક્ષય કરી આત્મા પૂર્ણજ્ઞાની બન્યો. તેને પણ સર્વસંવર અને પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવાના અવસરે “યોગનિરોધ” ની ક્રિયા કરવી પડે છે. સમુદ્રઘાત'ની ક્રિયા કરવી પડે છે. પૂર્ણતાની ટોચે પહોંચવા માટે દરેક ભૂમિકાએ ઉચિત ક્રિયા કરવી પડે છે, એ વાતનો ઇન્કાર તે જ મનુષ્ય કરી શકે કે જેને જૈનદર્શનના ક્રમિક મોક્ષમાર્ગનું જ્ઞાન ન હોય.
તર્કથી પણ ક્રિયાનું મહત્ત્વ સમજાય એવું છે. અનાદિકાળથી જીવ પાપક્રિયાઓ રસપૂર્વક કરી કરીને સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અર્થાત્ ભવભ્રમણનું કારણ આત્માની પાપક્રિયાઓ છે. હવે ભવભ્રમણ મિટાવવું હોય તો એના કારણને મિટાવવું જોઈએ. પ્રતિપક્ષી ધર્મક્રિયાઓ દ્વારા પાપક્રિયાઓનું નિવારણ થઈ શકે છે.
જ્યાં સુધી જીવ સંસારી છે, ત્યાં સુધી એને કોઈને કોઈ ક્રિયા કરવી જ પડે છે : પાપક્રિયાઓ યા ધર્મક્રિયાઓ. જે જીવની દૃષ્ટિ સત - વિ - ગાનંદ્ર સ્વરૂપ પૂર્ણતાની ટોચે પહોંચી છે અને ત્યાં પહોંચવા માટે જે લાલાયિત બન્યો છે, તે મનુષ્ય તો તે પ્રત્યેક ક્રિયાઓ આનંદપૂર્વક અને રસસહિત કરવાનો કે જે ક્રિયાઓ તેને પૂર્ણતાની ટોચે લઈ જવામાં સહાયક હોય.
ઘી યા તેલનો દીપક, પોતે સ્વપ્રકાશ-રૂપ હોવા છતાં તેમાં તેલ પૂરવાની ક્રિયા ન કરવામાં આવે તો? સ્વપ્રકાશ-રૂપ હોવા છતાં તેલ પૂરવાની ક્રિયા
ત્યાં અપેક્ષિત છે. ઇલેક્ટ્રિક લાઈટ પોતે સ્વપ્રકાશ-રૂપ હોવા છતાં સ્વિચ દબાવવાની ક્રિયા, પાવરહાઉસમાંથી કરંટના પ્રવાહને આવવાની ક્રિયા.. વગેરેની અપેક્ષા હોય છે. વિરાટ સંસારનું કહ્યું એવું ક્ષેત્ર છે કે જ્યાં મનવચન-કાયાની કોઈ ક્રિયા ન કરવી પડતી હોય? કયું એવું કાર્ય છે કે જે ક્રિયા કર્યા વિના થઈ જતું હોય? હકીકત એ છે કે પ્રમાદ...આળસ અને મિથ્યા અભિમાનને દૂર કરી દરેક સાધકે પોત-પોતાની ભૂમિકાને ઉચિત ક્રિયા, કે જે પરમાત્મા જિનેશ્વરદેવે નિર્દેશલી છે તેનો, વિધિ-કાળ અને પ્રીતિ-ભક્તિ સહિત આદર કરવો એ જ હિતકારી છે.
For Private And Personal Use Only