________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
‘ક્રિયાઓનું રહસ્ય...પરમાર્થ સમજ્યા વિના ક્રિયાઓ કરવી અર્થહીન છે.” આમ કહેનાર મનુષ્ય પોતે જો રહસ્ય અને પરમાર્થ સમજીને ક્રિયાઓ કરતો હોય તો તેની વાત વિચારણીય છે, પરંતુ મોટા ભાગે આત્મવિશુદ્ધિના પ્રયોગરૂપ ક્રિયાઓ કરવામાં સહન કરવાં પડતાં કષ્ટોથી ડરીને મનુષ્ય પવિત્ર ક્રિયાઓનો અપલાપ કરે છે અને પાપક્રિયાઓમાં રસલીન બની પતનના ખાડામાં ધકેલાઈ જાય છે.
स्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते।
प्रदीपः स्वप्रकाशोऽपि तैलपूादिकं यथा ।।३।।६७।। અર્થ : જેમ દીવો પોતે સ્વપ્રકાશરૂપ છે તો પણ તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે; તેમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે.
વિવેચન : જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી સાધકદશા છે ત્યાં સુધી ક્રિયાની આવશ્યકતા રહેવાની જ, અલબત્ત, સાધનાની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં ક્રિયાઓ પલટાતી રહે છે. પરંતુ ક્રિયાની આવશ્યકતા તો કેવળજ્ઞાની મહર્ષિઓને પણ રહે છે.
ક્રિયાની આવશ્યકતા છે સ્વભાવને પુષ્ટ કરવા માટે. તે તે ઉચિત કાળે, તે તે ઉચિત ક્રિયાનો આશ્રય લેવો જ પડે છે. સમ્યત્વની ભૂમિકા પર રહેલા વિવેકી આત્મા સમકિતના ૯૦ પ્રકારના વ્યવહારનું વિશુદ્ધ પાલન કરે છે. તેનો આદર્શ હોય દેશવિરતિનો, સર્વવિરતિનો. દેશવિરતિ-શ્રાવકજીવનની કક્ષામાં રહેલા જીવને બાર વ્રતની પવિત્ર ક્રિયાઓનું આચરણ કરવાનું હોય છે. તેનું લક્ષ હોય સર્વવિરતિમય
સાધુજીવન પ્રાપ્ત કરી કર્મોને હણવાનું. જ સર્વવિરતિ-સાધુજીવનમાં રહેલા સાધક આત્માને જ્ઞાનાચારાદિ આચારોનું
પાલન, દશવિધ યતિધર્મનું પાલન, બાહ્ય અત્યંતર બાર પ્રકારના તપનું પાલન. વગેરે ક્રિયાઓનો આશ્રય લેવો પડે છે. ક્ષપકશ્રેણિ પર ચઢતાં શુક્લધ્યાનારૂઢ થવાની ક્રિયા કરવી પડે છે.
तत्राष्टमे गुणस्थाने शक्लसद्धयानमादिमम। ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः ।।५१ ।।
- गुणस्थानक्रमारोहे
For Private And Personal Use Only