________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
बाह्यभावं पुरस्कृत्य ये क्रियां व्यवहारतः।
वदने कवलक्षेपं विना ते तृप्तिकाङ्क्षिण: ।।४।।६८ ।। અર્થ : બાહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેઓ વ્યવહારથી ક્રિયાનો નિષેધ કરે છે, તેઓ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ઇચ્છે છે!
વિવેચન : શું તમારે એમ કહેવું છે કે “પોસહ-પ્રતિક્રમણ, પ્રભુદર્શનપૂજન, ગુરુ-સેવા-ભક્તિ, પ્રતિલેખન અને તપશ્ચર્યા–આ બધી વ્યવહારક્રિયાઓ એ તો બાહ્યભાવ છે. એનાથી આત્માનું કંઈ કલ્યાણ ન થાય..... શું તમારું એવું મંતવ્ય છે કે હિંસા-જૂઠ-ચોરી-દુરાચાર-પરિગ્રહની ક્રિયાઓ તમે કરતા રહો અને અહિંસા સત્ય-અચૌર્ય-સદાચાર તથા નિષ્પરિગ્રહતાની સિદ્ધિ તમે પ્રાપ્ત કરી લેશો? શું રૂપરમણીઓનાં દર્શન-પૂજન, મદાંધ શ્રીમંતોની સેવાભક્તિ, સુંદર ભાત-ભાતની વેશભૂષા અને મનગમતા માદક ભોજન કરવાની ક્રિયાઓ તમે કરતા રહો અને આત્માની શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર દશા પ્રાપ્ત કરી લેશો?
ભાઈ, ભૂલા ન પડો. ભ્રમણામાં ન અટવાઓ. સ્વસ્થ બની નિરાગ્રહી બુદ્ધિથી વિચાર કર્યો. મહર્ષિઓનાં અનુભવસિદ્ધ વચનોનો મર્મ સમજવા પ્રયત્ન કરો. - બાહ્ય ભાવ બે પ્રકારના છે : એક શુભ અને બીજો અશુભ. જેમાં સરાસર આત્માની વિસ્મૃતિ છે અને એક માત્ર વિષયાનંદ પ્રાપ્ત કરવાના લક્ષથી થાય છે તે ક્રિયા અશુભ બાહ્ય ભાવ છે. પરંતુ જેમાં આત્માની મધુર સ્મૃતિ છે... એક માત્ર આત્માનંદને અનુભવવાનું લક્ષ છે.... પરમ કરુણાસાગર પરમાત્મા જિનેશ્વરદેવના પ્રત્યે બહુમાન છે... પાપોમાંથી મુક્ત થવાની પવિત્ર ભાવના છે; આવી કોઈ પણ ક્રિયા શુભ બાહ્ય ભાવ છે. અશુભ પાપક્રિયાઓની અનાદિ કુટેવમાંથી મુક્ત થવા માટે શુભ ધર્મક્રિયાઓનો આશરો લીધા વિના ચાલી શકે જ નહીં.
તમારો પુત્ર તમારી પાસે આવીને કહે : “પૂજ્ય પિતાજી, તમે મને નિશાળ (સ્કૂલ)માં શા માટે મોકલો છો? નિશાળમાં જવું, અમુક ખાસ વસ્ત્ર (યુનિફોર્મ) પહેરવાં, પુસ્તકો લઈ જવાં, વાંચવા, શિક્ષક સામે બેસવું.. અધ્યયન કરવું.... શિક્ષકનો વિનય કરવો... આ બધી ક્રિયાઓ ફોગટ છે...નિરર્થક છે...બાહ્ય ક્રિયાઓ છે. જ્ઞાન તો આત્માનો ગુણ છે. આત્મામાંથી જ્ઞાન પ્રગટ થાય છે. શા માટે નાહક સ્કૂલમાં જવાનું કષ્ટ કરવું? માટે હું તો
For Private And Personal Use Only