________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि ।
लिप्यते निखिलो लोकः ज्ञानसिद्धो न लिप्यते ।।१ । ८१ ।।
જ્ઞાનસાર
અર્થ : કાજળના ઘર જેવા સંસારમાં રહેતો સ્વાર્થમાં તત્પર (જીવ) સમસ્ત લોક, કર્મથી લેપાય છે પણ જ્ઞાન વડે પરિપૂર્ણ જીવ લેપાતો નથી.
વિવેચન : સંસાર એટલે કાજળની કોટડી! તેની ભીંતો કાજળથી રંગાયેલી છે, તેની છત કાજળથી ભરેલી છે અને તેનો ભૂમિ ભાગ પણ કાજળથી ખરડાયેલો છે. જ્યાં સ્પર્શ કરો ત્યાં કાજળ! પગ પણ કાળા થાય અને હાથ પણ કાળા થાય, છાતી પણ કાળી થાય અને પીઠ પણ કાળી થાય. જ્યાં સુધી એ કોટડીમાં રહો ત્યાં સુધી કાળા જ બન્યા રહેવાનું.
તમે કદાચ કહેશો : 'એ કાજળની કોટડીમાં સાવધાનીથી રહીએ તો કાળા થવાનું ન બને ને!' પરંતુ અમે પૂછીએ છીએ કે કઈ સાવધાનીથી તમે રહેશો? એ કાજળ-કોટડીમાં રહેનારા સહુ જીવો પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાવધાન છે! સ્વાર્થની સાધનામાં તેમને ભાન જ નથી કે તેઓ કાળા ભૂત જેવાં બની ગયા છે! એ તો તેઓ અરીસામાં પોતાનું રૂપ જુએ તો સમજાય. અરે, તેઓ બોલી ઊઠે કે ‘આ હું નહીં... આ મારું રૂપ નથી!' પરંતુ અરીસામાં પોતાનું રૂપ જોવાની તેમને ફુરસદ જ ક્યાં છે? એ તો બીજાનાં રૂપ જોવામાં જ પડ્યા છે! એ પણ સ્વાર્થની દૃષ્ટિએ જુએ છે. સ્વાર્થરહિત દૃષ્ટિથી બીજાનાં રૂપ જુએ તો તેઓ એક ક્ષણમાં ગભરાઈ જાય અને એમનો સંગ ત્યજી દઈને એ કાજળ-કોટડીમાંથી બહાર નીકળી જાય.
હા,
For Private And Personal Use Only
સંસારના કયા ક્ષેત્રમાં જીવ કર્મોના કાજળથી નથી લેપાતો? મીઠાં-મધુર શબ્દનું શ્રવણ કરવા જાય છે...લેપાય છે. લાલ-પીળાં મનોહર રૂપ જોવા આકર્ષાય છે... લેપાય છે. સુગંધનું સુખ લેવા દોડે છે...લેપાય છે. સ્વાદિષ્ટ ભોજનની તૃપ્તિ લેવા જાય છે...લેપાય છે. મુલાયમ સ્પર્શનું સુખ લેવા જાય છે...લેપાય છે. ભલે એને શબ્દ-રૂપ-૨સ-ગંધ અને સ્પર્શનાં સુખોની પાછળ દોડવામાં...ભટકવામાં ‘હું કર્મ-કાજળથી લેપાઈ રહ્યો છું' એવું ભાન ન હોય, પરંતુ તે લેપાય છે જરૂર. દિવ્ય જ્ઞાન ધરાવનારા મહર્ષિઓ જોઈ રહ્યા છે! પ્રતિસમય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર અને વેદનીય-આ સાત કર્મોથી જીવ લેપાયા કરે છે. આ કાજળલેપ ચર્મચક્ષુથી દેખાય એમ નથી. એ જોવા માટે જોઈએ જ્ઞાનદૃષ્ટિ, કેવળજ્ઞાનની દ્રષ્ટિ.