________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
જ્ઞાનસાર હા, એવા રસ્તે રઝળતા... ભીખ માંગીને જીવતા. વ્યસનોમાં રાચતા ભિખારીઓને જોયા છે, જેમની પાસે “પરિગ્રહ' કહેવાય એવું કંઈ હોતું નથી...ને કહેવું હોય તો એ તૂટેલી-ફાટેલી કંથા અને દુર્ગધ મારતું ચપ્પણિયું...! બહુ કહેવું હોય તો ખૂબ કાલાવાલા અને દીનતા કરીને મેળવેલા નિકલના એક-બે પૈસા... જેને તમે “પરિગ્રહ’ કહી શકો એવું વાસ્તવમાં તમને કંઈ નહીં દેખાય.. શું તમે એને “અપરિગ્રહી મહાત્મા’ કહેશો? શું તમે એમને નિર્મોહી-નિર્લેપ સંત કહેશો? ના રે ના.
કેમ?
કેમ કે તેમને તો નવ પરિફ છે! એની આકાંક્ષાઓએ પૂરા જગતને આવરી લીધું છેઆખું જગત જ એમનો પરિગ્રહ છે. જગતની સર્વ સંપત્તિ પર એણે મનથી મમત્વ કર્યું છે..!
તમારી પાસે શું છે ને શું નથી એના પર પરિગ્રહ-અપરિગ્રહનો નિર્ણય ન કરો. તમે શું ચાહો છો? ને શું નથી ચાહતા, એના પર પરિગ્રહ-અપરિગ્રહનો નિર્ણય કરો. હા, તમારી તપશ્ચર્યા, તમારું દાન...તમારું ચારિત્રપાલન... એ બધાંથી તમે શું ચાહો છો. જો તમે દેવલોકનું ઇન્દ્રાસન કે મનુષ્યલોકનું ચક્રવર્તીપદ ચાહો છો, જો તમે સ્વર્ગની અપ્સરાઓનાં અમનચમન કે મર્યલોકની વારાંગનાઓના સ્નેહાલિંગન ચાહો છો, તો તમે અપરિગ્રહી કેવી રીતે?
અનેલાખો લાવણ્યમયીની મધ્યમાં બેઠેલો, વૈભવનાં શિખરો પર આરૂઢ થયેલો. મણિખચિત સિંહાસન..રત્નજડિત સ્તંભવાળા મહેલ...કીમતી વસ્ત્રઅલંકારો.. આ બધાંથી ઘેરાયેલો હોવા છતાં જેનું અંત:કરણ “નાÉ પુત્રિમાવાનાં ર્તાિ રહિત ૨’ આ ભાવથી રંગાયેલું છે, જે ત્યાગ-સંયમ માટે તલસે છે... ચારગતિનાં સુખોથી જે નિર્લેપ છે. જેની દૃષ્ટિમાં કંચન કથીર સમાન છે. સોનું માટી સમાન છે. જેને શિવ-અચલ-અરુજ-અનંત-અક્ષય-અવ્યાબાધ મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નથી. એને તમે પરિગ્રહી કહેશો? જેને કોઈ મૂર્છા નથી તેને પરિગ્રહી ના કહેવાય. જેને અનંત તૃષ્ણા છે તેને અપરિગ્રહી ના કહેવાય. માટે બુદ્ધિ પર મઢાઈ ગયેલી મૂર્છાની ચામડીનું “ઑપરેશન' કરવાની બુદ્ધિને મૂર્છાયુક્ત બનાવો... પછી પૂર્ણતાનો પંથ પ્રશસ્ત બનશે, પ્રયાણ વેગવંતુ બનશે. તમારું અંતઃકરણ પૂર્ણાનન્દથી છલકાઈ ઊઠશે.
For Private And Personal Use Only