________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
३०८
કોઈ સ્થાન નહીં... જ્ઞાનોપાસનામાં જ લયલીનતા! પછી ભલેને કાયા પરપદાર્થો ગ્રહણ કરે ને ધારણ કરે! આત્માને એની શી અસર?
मूर्च्छाछिन्नधियां सर्वं जगदेव परिग्रहः ।
मूर्च्छया रहितानां तु जगदेवापरिग्रहः || ८ ||२०० ।।
અર્થ : મૂર્છાથી જેની બુદ્ધિ ઢંકાયેલી છે તેઓને સર્વ જગત જ પરિગ્રહરૂપ છે, પરંતુ મૂÁરહિતને જગત જ અપરિગ્રહરૂપ છે.
વિવેચન : પરિગ્રહ-અપરિગ્રહની કેવી માર્મિક વ્યાખ્યા કરી છે! કેટલી સ્પષ્ટ અને નિશ્ચિત! આ વિશ્વમાં એવી કોઈ વસ્તુ છે કે જેને આપણે સર્વથા પરિગ્રહરૂપ કહી શકીએ અથવા અપરિગ્રહરૂપ કહી શકીએ? મૂર્છા એ પરિગ્રહ, અમૂર્છા એ અપરિગ્રહ. સંયમ-સાધનામાં સહાયક પદાર્થો અપરિગ્રહ, અને સંયમ-આરાધનામાં બાધક પદાર્થો પરિગ્રહ.
પરપદાર્થોનો ત્યાગ કર્યો. ધનસંપત્તિ, બંગલા, મોટર... આ બધું ત્યજી સાધુ બન્યા. અરે, શરીર પર વસ્ત્ર ય નહીં અને ભોજન માટે પાત્ર ય નહીં. તમે માન્યું કે ‘હું અપરિગ્રહી બન્યો.' ભલે, તમારી વાત ક્ષણભર માની લઈને તમને પૂછું : ‘પરપદાર્થોનો તમે ત્યાગ કર્યો, તે ત્યાગેલા પદાર્થો અંગેના રાગદ્વેષ તમને થાય છે કે નહીં? અરે, શરીર તો ૫૨૫દાર્થ છે ને? શું શરીર રોગગ્રસ્ત બને છે ત્યારે શરીર-મમત્વ નથી જાગતું? શરીરનો ત્યાગ તો કર્યો નથી! પરભાવનો તો ત્યાગ કર્યો નથી... હવે, તમે ગંભીરતાથી વિચારો કે શું વાસ્તવમાં તમે અપરિગ્રહી બન્યા છો? સ્થૂલ દૃષ્ટિથી ના વિચારશો. સૂક્ષ્મ દૃષ્ટિથી ચિંતન કરજો... પરિગ્રહ-અપરિગ્રહની વ્યાખ્યાઓ ત્યારે સ્પષ્ટ સમજાશે.
મુનિરાજ! ઓ નિર્મોહી...નિર્લેપ મુનિરાજ! તમને તો પરિગ્રહને સ્પર્શેલો પવન પણ અડી શકતો નથી... પરિગ્રહના પહાડોને માથે ઊંચકીને ફરતા શ્રીમંતો તમને પ્રદક્ષિણા દઈને પલાયન થવામાં તત્પર હોય છે... તમને નથી પરિગ્રહનો આગ્રહ કે નથી ભૌતિક... સાંસારિક પદાર્થોની રંજમાત્ર સ્પૃહા. તમે જે પરિગ્રહનો મન-વચન-કાયાથી ત્યાગ કર્યો છે, એ પરિગ્રહનું જરા ય મૂલ્ય તમારા મનમાં અંકાયેલું નથી, અને જે બાહ્ય દૃષ્ટિએ પરિગ્રહરૂપ દેખાય છે તેવા તમારા શરીરને ઢાંકતાં વસ્ત્રો, ભિક્ષા માટેનાં પાત્રો અને સ્વાધ્યાય અંગેનાં પુસ્તકો પર તમને ‘આ મારાં' એવો આગ્રહ નથી. તમે અંતરંગ દૃષ્ટિએ સંયમનાં ઉપકરણોથી પણ નિર્લેપ છો.
For Private And Personal Use Only