________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
જ્ઞાનસાર
મોક્ષદશા સુધી પહોંચાડનારી ભાવપૂજા અહીં બતાવવામાં આવી છે. આ તાત્ત્વિક પૂજા કરવા માટે શાસ્ત્ર અધ્યયન અને શાસ્ત્ર પરિશીલન કરવું પડે. શાસ્ત્રગ્રંથોમાં બતાવેલા ક્રમિક આત્મવિકાસ સાથે કદમ મિલાવીને ચાલવું પડે.
આતમદેવના ભાવપૂજનની કેવી નિરાળી દુનિયા છે! આ સ્થૂળ દુનિયાથી સાવ નિરાળી! નથી ત્યાં આ દુનિયાના સ્વાર્થજન્ય પ્રલાપો કે નથી ત્યાં કષાયજન્ય ઘોંઘાટો, નથી ત્યાં રાગ અને દ્વેષના દાવાનળો કે નથી ત્યાં અજ્ઞાન અને મોહના વાવંટોળ! નથી ત્યાં સ્કૂલ વ્યવહારની આંટીઘૂંટીઓ કે નથી ત્યાં ચંચળતા-અસ્થિરતાના સંકલ્પવિકલ્પો.
મોક્ષદાને ઝંખતો સાધનાપથ પર દોડતો જીવ જ્યારે આ ભાવપૂજામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેને પોતાની ઝંખના પૂર્ણ થતી દેખાય છે. હથેળીમાં મોક્ષ દેખાય છે!
ભાવપૂજાની લીનતા ઉપર બધો આધાર છે. લીનતા માટે લક્ષ્યની શુદ્ધિ આવશ્યક છે. આત્માની પરમ વિશુદ્ધ દશાના લક્ષથી ભાવપૂજામાં પ્રવૃત્તિ થાય તો લીનતા આવ્યા વિના ન રહે. સાધક આત્માનું આ જ લક્ષ જોઈએ, ને આ જ પ્રવૃત્તિ જોઈએ. સાધનાનો આનંદ તો જ અનુભવાય અને પ્રગતિના પંથે આગળ વધી શકાય.
द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् ।
भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ।। ८ ।। २३२ ।।
અર્થ : ગૃહસ્થોને ભેદપૂર્વક ઉપાસનારૂપ દ્રવ્યપૂજા યોગ્ય છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા તો સાધુઓને યોગ્ય છે. (જો કે ગૃહસ્થને ‘ભાવનોપનીતમાનસ' નામે ભાવપૂજા હોય છે.)
વિવેચન : પૂજા બે પ્રકારની છે : દ્રવ્યપૂજા અને ભાવપૂજા.
જેને જે ફાવે તે પૂજા કરવાની નહીં; પોતાની યોગ્યતાનુસાર પૂજા કરવાની. આત્માના વિકાસના આધારે પૂજા કરવાની. યોગ્યતા ન હોય તે પૂજા કરવાથી નુકસાન થાય.
ઘરમાં રહેલાં પાપસ્થાનકોનું મને-કમને સેવન કરી રહેલા ગૃહસ્થો માટે દ્રવ્યપૂજા છે. તેમણે દ્રવ્યપૂજા ક૨વાની, દ્રવ્યપૂજામાં ભેદોપાસના આવે.
પૂજ્ય છે પરમાત્મા! અનંત જ્ઞાન, અનંત દર્શન, વીતરાગતા અને અનંત વીર્યના સ્વામી, અજર, અમર અને અક્ષય સ્થિતિને પામેલા. પોતાના આત્માથી
For Private And Personal Use Only