________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩૬૩ ભિન્ન એવા પરમાત્માનું આલંબન લેવાનું. એ ઉપાસ્ય અને ગૃહસ્થ ઉપાસક, એ સેવ્ય અને ગૃહસ્થ સેવક, એ આરાધ્ય અને ગૃહસ્થ આરાધક, એ ધ્યેય અને ગૃહસ્થ ધ્યાતા.
ગૃહસ્થ ઉત્તમ કોટિનાં દ્રવ્યોથી પરમાત્માની પ્રતિમાને પૂજે. એ માટે એને જયણાયુક્ત આરંભ-સમારંભ કરવો પડે તો ય કરે! પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવાના લક્ષથી એમની ભક્તિ અને ઉપાસના કરે.
તો શું ગૃહસ્થને ભાવપૂજા કરવાની જ નહીં?
હા, કરી શકે, પરંતુ તે “ભાવનોપનીતમાનસ' નામની ભાવપૂજા કરી શકે; અર્થાત્ પરમાત્માના ગુણોનું સ્મરણ અને એ પરમ તત્ત્વ પ્રત્યેનું બહુમાન, ગૃહસ્થ કરી શકે. આ ભાવપૂજા છે, પરંતુ આ “સવિકલ્પ' ભાવપૂજા છે. તે ગીત ગાઈ શકે, નૃત્ય કરી શકે... ભક્તિમાં લયલીન બની શકે.
અભેદ-ઉપાસનારૂપ ભાવપૂજા તો માત્ર સાધુ જ કરી શકે. આત્માની ઉચ્ચ વિકાસભૂમિકા પર રહેલ નિર્ચન્જ પરમાત્મા સાથે અભેદભાવે મળે! પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા-તન્મયતા પ્રાપ્ત કરે... એ ભાવપૂજા છે.
દ્રવ્યપૂજા અને ભાવપૂજાના ભેદ અહીં ભેદોપાસના અને અભેદોપાસનાની દૃષ્ટિથી બતાવાયા છે. અભેદોપાસનારૂપ ભાવપૂજાના અધિકારી માત્ર શ્રમણ...નિર્ઝન્થોને જ ઠરાવ્યા છે.
પરમાત્માસ્વરૂપ સાથે આત્મગુણોની એકતાની અનુભૂતિ કરનારો મુનિ કેવો પરમાનન્દ અનુભવે, એ શબ્દોમાં કોઈ વર્ણવી ન શકે. અભેદભાવના મિલનની મધુરતા તો સંવેદનનો જ વિષય છે, ભાષાનો નહીં.
આ અષ્ટકમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ભાવપૂજાનું ખૂબ સચોટ માર્ગદર્શન આપ્યું છે, સરળતાથી સમજાવ્યું છે અને એ ભાવપૂજામાં પ્રવૃત્ત થવાનો મુનિને ઉપદેશ આપ્યો છે. અભેદભાવે પરમાત્મસ્વરૂપની ઉપાસનાની દિશા સુઝાડી છે.
ગૃહસ્થ વર્ગ માટે પણ ભાવપૂજાનો પ્રકાર બતાવી, ગૃહસ્થોને પણ ભેદોપાસનાની ઉચ્ચ કક્ષા બતાવી છે, જેથી ગૃહસ્થ પણ પરમાત્માની ઉપાસનામાં પ્રવૃત્ત થઈ આત્મહિત સાધી શકે. આત્મહિત.. આત્મકલ્યાણ માટે જ જે જીવન જીવે છે અને આ વિવિધ ઉપાસનાનો માર્ગ ખૂબ ગમશે ને એ દિશામાં પ્રવૃત્તિશીલ બનશે...
For Private And Personal Use Only