________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩૬૧
સ્વરૂપમાં તન્મય થવાનો આ ઉપદેશ છે. સ્વ-ભાવ દશામાં જવાની આ પ્રેરણા છે. આત્મરમણતા અને બ્રહ્મમસ્તીની આ વાતો છે. પૂજનનાં સ્થૂળ સાધનોનો આધાર લઈ પૂ. ઉપાધ્યાયજી મોક્ષાર્થીને માર્ગદર્શન આપી રહ્યા છે. उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव ।
भावपूजारतस्येत्थं करक्रोडे महोदयः । । ७ । । २३१ ।।
અર્થ : ઉલ્લસિત મનવાળા, સત્યરૂપ ઘંટ વગાડતા અને ભાવપૂજામાં લીન થયેલા એવા તારી હથેળીમાં મોક્ષ છે.
વિવેચન : ભક્તિ અને શ્રદ્ધાનાં કેસર ઘોળી આતમદેવનાં નવાંગ નવાજ્યાં, ક્ષમાનાં પુષ્પોની માળા ગૂંથી આતમદેવનાં અંગ શોભાવ્યાં, નિશ્ચય અને વ્યવહારનાં ઉત્તમ વસ્ત્રો પહેરાવી આતમદેવને શણગાર્યા, ધ્યાનના અલંકારોથી એ દેવને દિપાવ્યા
આઠ મદના ત્યાગરૂપ અષ્ટ મંગલનાં આલેખન કર્યાં. જ્ઞાનના અગ્નિમાં શુભ સંકલ્પોનો કૃષ્ણાગરુ ધૂપ નાખી મંદિરને મધમધાયમાન કરી દીધું... ધર્મસંન્યાસની આગ વડે લવણ ઉતાર્યું અને સામર્થ્યયોગની આરતી ઉતારી! અનુભવનો મંગલ દીપક એ મહાદેવની સમક્ષ સ્થાપ્યો અને ધારણા-ધ્યાનસમાધિરૂપ ગીત, નૃત્ય અને વાજિંત્રના ઠાઠ જમાવ્યા!
મનના ઉલ્લાસની અવિંધ ન રહી... મનની મસ્તીએ... એ મંદિરમાં લટકતા વિરાટકાય ઘંટને હચમચાવી મૂક્યો...ઘંટનાદથી મંદિર ગાજી ઊઠ્યું...આખું નગર ગાજી ઊઠ્યું. એ ઘંટનાદના ધ્વનિએ વિશ્વને વિસ્મિત કરી દીધું. દેવલોકના મહેલો અને મહેન્દ્રો હલી ઊઠ્યા : ‘આ શું? શાનો ધ્વનિ?’ અવધિજ્ઞાનથી જોયું!
ઓહો! આ તો સત્યનો ધ્વનિ! પરમ સત્યનો ધ્વનિ! પેલા આતમદેવના મંદિરમાં સત્યનો સાક્ષાત્કાર થયો છે, તેનો ઘંટનાદ છે! આતમદેવ આત્માને પ્રસન્ન થઈ ગયા છે. પૂજનનું સત્યફળ પ્રાપ્ત થયું છે! એની ખુશાલીનો આ ઘંટનાદ છે!
ચરાચર વિશ્વમાં સત્ય એક જ છે, પરમાર્થ એક જ છે! એક માત્ર આત્મા એક માત્ર પરમ બ્રહ્મ! બાકી બધું જ મિથ્યા છે. એ ૫૨મ સત્યની દુનિયાનું નામ જ મોક્ષ છે ને!
પૂજ્ય યશોવિજયજી મોક્ષ હથેળીમાં બતાવે છે! ભાવપૂજામાં લીન બની જાઓ... બસ, મોક્ષ તમારા હાથમાં છે. દ્રવ્યપૂજાનાં પ્રતીકોના માધ્યમથી
For Private And Personal Use Only