________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬o
જ્ઞાનસાર 'सन्ध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् ।
बुधैरनुभवो इष्टः केवलार्कारुणोदयः' ।। જેમ દિવસ અને રાતથી સંધ્યા જુદી છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન, કેવળજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદય સમાન આ “અનુભવ' છે! જ્ઞાની પુષોએ “અનુભવ”ની આ વ્યાખ્યા કરી છે... ઠેઠ કેવળજ્ઞાનની નિકટની આ અવસ્થા! આવા “અનુભવ”થી આતમદેવની દીપકપૂજા કરવાની છે!
આ દીપકના પ્રકાશમાં જ આતમદેવનું સાચું સ્વરૂપ નીરખી શકાય એમ છે. અતીન્દ્રિય પરમ બ્રહ્મનું દર્શન વિશુદ્ધ અનુભવથી જ થાય. શાસ્ત્રોની સેંકડો... હજારો યુક્તિઓથી પણ અતીન્દ્રિય પરમ બ્રહ્મનું દર્શન ન થઈ શકે. પરંતુ શાસ્ત્રોના માધ્યમથી આપણે તો માત્ર આ “અનુભવ”ની પણ કલ્પના જ કરવી રહી! કેવળજ્ઞાનના અરુણોદયની લાલિમાની કલ્પના પણ કેવી મોહક છે!
હવે પૂજન કરવાનું છે ગીત, નૃત્ય અને વાજિંત્રથી! આતમદેવની સમક્ષ ગીત ગા. એવું ગીત ગાવાનું કે મનની તમામ વૃત્તિઓ એમાં કેન્દ્રિત થઈ જાય. ગાતાં જવાનું ને નૃત્ય કરતાં જવાનું. હાથમાં વાજિંત્ર લઈને નૃત્ય કરવાનું! વાજિંત્રના સૂરો તારા કંઠના સૂરોને બહેકાવે અને નૃત્યને ચગાવે.
ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેયનો એકતારૂપ સંયમ એ આતમદેવનું શ્રેષ્ઠ પૂજન છે. એક જ વિષયમાં આ ત્રણેયની એકતા થવી જોઈએ. આત્મામાં ધારણા, ધ્યાન અને સમાધિની એકતા સ્થાપિત કરવાની છે.
સંયમનું આ ઉચ્ચતમુ શિખર બતાવવામાં આવ્યું છે. યોગની સર્વોત્કૃષ્ટ ભૂમિકા બતાવવામાં આવી છે. આત્માના પૂજનનું હાર્દ ખોલવામાં આવ્યું છે. જેમ મંદિરમાં કોઈ અદ્વિતીય સ્વરસમ્રાટ મસ્તીમાં આવીને ગીત ગાતો હોય, જેમ કોઈ પ્રતિભાશાળી નૃત્યાંગના પોતાની નૃત્યકલા બતાવી રહી હોય અને એ ગીતનૃત્યને સાથ આપતો વાદ્યકાર અદ્દભુત વીણાવાદન કરતો હોય, એ વખતે જેમ તન્મયતાનું વાતાવરણ જામે છે, તેમ ધારણા, ધ્યાન અને સમાધિની એકતામાં સંયમનું અપૂર્વ વાતાવરણ જામે!
આતમદેવનું મંદિર ત્યારે કેવું પ્રસન્ન, પવિત્ર અને પ્રફુલ્લિત બની જતું હશે, તેની સ્થિર ચિત્તે કલ્પના કરો... એ કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાઓ ત્યારે જ કંઈક એની ઝાંખી થાય. ૨૭, જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only