________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
નિર્લેપતા
ધ્યાન રાખો, મદ ક૨વામાં કોઈ લાભ નથી, બલકે બે ભયંકર નુકસાન
થશે :
'केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ।'
હૃદયનો ઉન્માદ અને સંસારની વૃદ્ધિ-આ બે ભયંકર નુકસાન છે. તપ કે શ્રુત, ત્યાં કોઈ બચાવી શકશે નહિ.
તપ, ત્યાગ અને શ્રુતજ્ઞાન દ્વારા ‘ભાવનાજ્ઞાન'ની ભૂમિકાએ પહોંચવાનું છે. સમગ્ર સયિાઓ દ્વારા આત્માને ભાવનાજ્ઞાનથી ભાવિત કરવાનો છે. ભાવનાજ્ઞાનથી ભાવિત થયા પછી કોઈ ક્રિયા ન કરવા છતાં આત્મા કર્મથી લેપાતો નથી.
1
શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન પછી ભાવનાજ્ઞાનની કક્ષા પ્રાપ્ત થાય છે. ત્યાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો ભેદ રહેતો નથી. ત્યાં તો હોય છે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના અભેદની અવર્ણનીય મસ્તી! એ મસ્તીનો કાળ માત્ર અન્તર્મુહૂર્તનો હોય છે. એ કાળમાં બાહ્ય ધર્મક્રિયાઓની આવશ્યકતા રહેતી નથી, છતાં કર્મોથી એ લેપાતો નથી.
પરંતુ જેના શ્રુતજ્ઞાનનું પણ ઠેકાણું નથી, તેવો જીવ જો આવશ્યકાદિ ક્રિયાઓ છોડી દે અને મનમાન્યા ધ્યાનનો આશ્રય લે, તો તેટલા માત્રથી તે કર્મબંધથી બચી શકતો નથી. તેવી રીતે શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયા પછી જો અભિમાનાદિ આંતરદોષોને પરવશ પડી જાય તો પણ ભાવનાજ્ઞાનની ભૂમિકાને સ્પર્શી શકતો નથી. માટે તપ, જ્ઞાન વગેરે પ્રાપ્ત થયા પછી નીચે ન પડી જવાય તે માટે નીચેની ભાવનાથી ભાવિત થવું જોઈએ.
* પૂર્વપુરુષ-સિંહોના અપૂર્વ જ્ઞાન-વિજ્ઞાનની આગળ હું તો તુચ્છ છું...શાના પર અભિમાન કરવાં?
* જે તપ અને જ્ઞાનને સહારે મારે તરવાનું છે, તેના દ્વારા જ ડૂબવાનું મારે નથી કરવું.
* શ્રુતજ્ઞાનમાંથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સુધી મારે પહોંચવું છે, તે માટે હું અભિમાનથી દૂર રહીશ.
* ભાવનાજ્ઞાન સુધી પહોંચવા માટે આવશ્યકાદિ ક્રિયાઓનો બહુમાનપૂર્વક આદર કરીશ.
For Private And Personal Use Only