________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
જ્ઞાનસાર ‘બાહ્ય ક્રિયાકાંડથી કંઈ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય.” એમ કહેનાર બુદ્ધિશાળીઓ જરા પોતાની બુદ્ધિને ચકાસી જુએ. તેઓ એ તો વિચારે, કે વિષય કષાયમય સાંસારિક ક્રિયાઓ રસપૂર્વક કરી કરીને કેટલું અનાત્મજ્ઞાન દૃઢ ક્યું છે? તેવી રીતે પાપ-નિંદાગર્ભિત, પ્રભુભક્તિયુક્ત, અભિનવ ગુણોની પ્રાપ્તિસ્વરૂપ આવશ્યકાદિ ક્રિયાઓ કરવા દ્વારા આત્મજ્ઞાન દઢ ન થઈ શકે? અવશ્ય થઈ શકે છે. જેમણે પોતાની જિંદગી તર્ક અને યુક્તિના સેંકડો ગ્રંથોના અધ્યયનપરિશીલનમાં વિતાવી દીધી હતી, તેવા ઉપાધ્યાયજી મહારાજના આ વચનને ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આવશ્યકાદિ ક્રિયાઓના મહત્ત્વને હૃદયમાં જચાવવાની અનિવાર્યતા છે, નહિતર પ્રમાદ પરવશતા વધતી જશે.
तपाश्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते।
भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ।।५।।८५।। અર્થ : તપ અને શ્રુત આદિથી અભિમાનવાળો ક્રિયાવાન હોય, તો પણ લેપાય છે. ભાવનાજ્ઞાન વડે સંપૂર્ણ ક્રિયારહિત હોય તો પણ લપાતો નથી.
વિવેચન : પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ અનેક ક્રિયાઓ કરવા છતાં, તપજપ અને જ્ઞાન-ધ્યાન વગેરે કરવા છતાં જો એના પર અભિમાન આવ્યું તો પાપ-કર્મથી લેપાયા સમજો! “હું તપસ્વી.. હું વિદ્વાન.. હું ધ્યાની... હું બુદ્ધિશાળી... હું ક્રિયાચુસ્ત’ આ પ્રમાણે પોતાના ઉત્કર્ષનો ખ્યાલ, અભિપ્રાય... એનું નામ અભિમાન. એક બાજુ તપ-ત્યાગ અને શાસ્ત્રાધ્યયન ચાલતું રહે અને બીજી બાજુ એ જ તપ-ત્યાગ અને શાસ્ત્રાધ્યયન પર અભિમાન ઉભરાતું રહે કે જેના દ્વારા અભિમાનને ઓગાળી નાખવાનું છે!
પોતાનો ઉત્કર્ષ અને બીજાનો અપકર્ષ કરી કરીને જીવ આત્માના વિશુદ્ધ અધ્યવસાયોને પ્રજાળી મૂકે છે. આત્મા વિશદ્ધ અધ્યવસાયોની સ્મશાનભૂમિ બની જાય છે... પછી ત્યાં નાચે છે ક્રોધ-અભિમાન, માયા અને લોભના પિશાચો. ત્યાં ડરાવતી હોય છે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની ડાકણો! ત્યાં ઊડતાં રહે છે વિષયવિકારનાં ગીધડાંઓ! પૂજ્ય ઉમાસ્વાતિજી “પ્રશમરતિ'માં સાધક આત્માને પૂછે છે :
लब्ध्वा सर्वं मदहरं तेनैव मदः कथं कार्यः? તપ, ત્યાગ, જ્ઞાન.. વગેરે કે જે મદને હરનારાં સાધનો છે, એના જ દ્વારા કેવી રીતે મદ કરી શકાય?
For Private And Personal Use Only