________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્લેપતા
૧૦૯ દ્વારા આત્મા વિષયકષાયાદિ પ્રમાદોથી બચી જાય છે. આ પ્રમાદઅવસ્થા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. “પ્રમત્તસંયત” ગુણસ્થાન સુધી પ્રતિક્રમણપ્રતિલેખન વગેરે બાહ્ય ક્રિયાઓ કરવાનું વિધાન છે. જ્યાં સુધી જીવ પ્રમાદસંયુક્ત હોય, ત્યાં સુધી નિરાલંબ (આલંબનરહિત) ધર્મધ્યાન ટકી શકતું નથી. આ વાત “ગુણસ્થાનક્રમારોહમાં કહી છે :
यावत् प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति। धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिनभास्कराः ।।२६।।
• Toથાનમારો અર્થાતુ જ્યાં સુધી વિષયકષાયાદિ પ્રમાદોનું જોર હોય છે, ત્યાં સુધી નિર્લેપજ્ઞાનની મગ્નતા આવી શકતી નથી. તેવી સ્થિતિમાં જો આવશ્યકાદિ છોડી દઈ નિશ્ચલ ધ્યાન ધરવા બેસી જાય તો “તો બ્રણ: તતો ભ્રષ્ટ:” જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. કેટલાક મનુષ્યો પ્રતિક્રમાદિ ક્રિયાઓમાં કંટાળવાથી તે છોડી દઈ નિશ્ચલ ધ્યાન ધરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેવા ધ્યાનથી ન તો તેમની વિષયકષાયની વૃત્તિ-પ્રવૃત્તિ મંદ પડે છે કે ન તો તેઓ આગળનાં ગુણસ્થાનો પર આરૂઢ થાય છે. આવા મનુષ્યો જૈનદર્શનની સૂક્ષ્મતાને સમજતા નથી. મિથ્યાકલ્પના પર તેઓ આગ્રહી બની વાસ્તવિક આત્મોન્નતિથી વેગળા રહે છે. માટે જ્યાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. એ ક્રિયાઓના આલંબને આત્મા પ્રમાદમાં પડતો બચી જાય છે. વિભાવદશાનું અજ્ઞાન તેના મનોમંદિરમાં પેસી શકતું નથી. “શ્રી ગુણસ્થાનક્રમારોહ –માં કહ્યું છે :
तस्मादावश्यकैः कुर्यात् प्राप्तदोषनिकृन्तनम् ।
यावन्नाप्नोति सद्भयानमप्रमत्तगुणाश्रितम् ।।३१।। સાતમા ગુણસ્થાનના સમ્યગુ ધ્યાન-નિર્લેપજ્ઞાનમાં મગ્નતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ દ્વારા વિષય કષાયોના ઘસારાને અટકાવી તેને નષ્ટ કરી દો.
લિપ્તતા-જ્ઞાન એટલે વિભાવદશા...કર્મજન્ય ભાવોમાં મોહિત થવાની અવસ્થા. તે લિપ્તતાજ્ઞાનનો પ્રતિઘાત-વિનાશ કરવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ જેવા યોગીપુરુષ આવશ્યક ક્રિયાઓનો પ્રબળ ઉપાય બતાવે છે. ૨. ગુણસ્થાનકોનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only