________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
‘પુદ્ગલોથી પુદ્ગલ બંધાય છે...' આ વિચાર દ્વારા ‘પુદ્ગલોથી મને લાભ થાય છે...પુદ્ગલોથી હું તૃપ્ત થાઉં છું!' આ અજ્ઞાન નાશ પામે છે; પછી પુદ્ગલનાં આકર્ષણ અને પરિભોગ ઓછાં થવા લાગે છે.
પુદ્ગલો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે, તેનું વિજ્ઞાન શ્રી જિનાગમોમાં ખૂબ સૂક્ષ્મતાપૂર્વક સમજાવવામાં આવેલું છે. પુદ્ગલોમાં સ્નિગ્ધતા અને રુક્ષતા બે ગુણો રહેલા હોય છે. તેમાં સ્નિગ્ધ પરિણામવાળા અને રુક્ષ પરિણામવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. પરંતુ તેમાં અપવાદ છે કે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને જઘન્યગુણવાળા રુક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જ્યારે ગુણની વિષમતા હોય, ત્યારે સજાતીય પુદ્ગલોનો પણ પરસ્પર બંધ થાય છે. અર્થાત્ સમાન ગુણવાળા સ્નિગ્ધનો સમાન ગુણવાળા સ્નિગ્ધની સાથે તેમ જ તુલ્ય ગુણવાળા રુક્ષનો તુલ્ય ગુણવાળા રુક્ષ સાથે બંધ થતો નથી.
આત્મા સાથે પુદ્ગલોનો જે સંબંધ છે તે તાદાત્મ્ય સંબંધ નથી, પરંતુ સંયોગ સંબંધ છે. આત્માના ગુણધર્મો અને પુદ્ગલના ગુણધર્મો તદ્દન ભિન્ન છે, તેથી તે બંનેની તદ્રુપતા થઈ શકે નહિ. આ પ્રમાણે પુદ્ગલ અને આત્માનું ભેદજ્ઞાન પરિપક્વ બન્યા પછી કર્મપુદ્ગલોથી લેપાવાનું બનતું નથી. ભેદજ્ઞાન પરિપક્વ બનાવવા માટે નીચેની પંક્તિઓને આત્મસાત્ કરો :
‘લેપાય પુદ્ગલો સર્વે, નહિ હું પુદ્ગલો થકી,
અંજન તો નહિ સ્પર્શે યથા આકાશને નકી.’
लिप्तताज्ञानसंपात प्रतिघाताय केवलम् ।
निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते ॥ १४ ॥ ८४ ॥
અર્થ : આત્મા નિર્લેપ છે’ એવા નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલાને બધી આવશ્યકાદિ ક્રિયાઓ કેવળ ‘આત્મા કર્મબદ્ધ છે' એવા લિપ્તપણાના જ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી થાય છે.
વિવેચન : ‘હું નિર્લેપ છું' આવા નિર્લેપજ્ઞાનની ધારા જે યોગીના આત્મપ્રદેશો પર અસ્ખલિત ગતિએ વહી રહી હોય તે યોગીને આવશ્યક-પ્રતિલેખનાદિ ક્રિયાઓનું કોઈ પ્રયોજન રહેતું નથી. આવશ્યકાદિ ક્રિયાઓનું પ્રયોજન તો વિભાવદશા-લિપ્તતા-જ્ઞાનમાં જતી ચિત્તવૃત્તિઓને રોકવા માટે છે.
તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આત્મા વારંવાર પ્રમાદસ્થાનો તરફ દોડી જાય છે, ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ મહાન ઉપકારક બને છે. તે ક્રિયાઓ
For Private And Personal Use Only