________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
નિર્લેપતા પુદ્ગલભાવો પ્રત્યે વૈરાગ્યવૃદ્ધિ પામતો જાય અને જીવ ત્યાગમાર્ગ પર આગળ વધતો જાય.
लिप्यते पुद्गलस्कन्धो न लिप्ये पुद्गलैरहम्।।
चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ।।३।।८३।। અર્થ : “પગલોનો સ્કંધ પુદગલો વડે લેપાય છે, પણ હું લપાતો નથી, જેમ અંજન વડે વિચિત્ર આકાશ' એમ ધ્યાન કરતો આત્મા લપાતો નથી.
વિવેચન : આત્માની નિર્લેપદશાનું ધ્યાન પણ કેવું પ્રબળ અસર કરનારું છે! ધ્યાન ધરો...ધ્યાનની ધારા જ્યાં સુધી ચાલતી રહે, આત્મા ત્યાં સુધી કર્મમલિન થાય જ નહીં!
“મારે કર્મના કાદવથી લેપાયું નથી.” આ દઢ પ્રણિધાન કરવામાં આવ્યું હોય, ત્યારે જ કર્મથી નિર્લિપ્ત બન્યા રહેવાની પ્રવૃત્તિ થાય. જેટલું પ્રણિધાન દઢ, તેટલી પ્રવૃત્તિ વેગીલી અને પ્રબળ બને. માટે સર્વ પ્રથમ પ્રણિધાનને દઢ બનાવવું જોઈએ, તે દઢતા માટે કર્મોના ચિત્ર-વિચિત્ર વિપાકોનું ચિંતન કરવું જોઈએ.
કર્મમુક્ત બનવાની તમન્ના જાગી ગયા પછી, કર્મજન્ય સુખો પ્રત્યે નફરત પેદા થાય. અતિ આવશ્યક સુખ-ભોગમાં પણ અનાસકિતની સાવધાની રહે. એ અનાસક્તિ સ્વાભાવિક બનાવવા માટે અહીં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પુદ્ગલવિજ્ઞાન” નું ચિંતન કરવાનો અસરકારક ઉપાય બતાવે છે.
પુદ્ગલસમુદાયથી લેપાય છે પુદ્ગલસમુદાય. પુદ્ગલોથી ચૈતન્ય લેપાતું નથી, જેમ અંજનથી વિવિધ વર્ણવાળું આકાશ લેવાતું નથી તેમ.”
અતિ આવશ્યક પુદ્ગલપરિભોગ સમયે આ ચિંતન કરવાથી, પગલપરિભોગ કરવા છતાં જીવ લપાતો નથી. વળી પુદગલપરિભોગ સમયે આ ચિંતન કરવાથી એ પરિભોગમાં સુખબુદ્ધિ કે રસગૃદ્ધિ પેદા થતી નથી. ચિંતન-ધ્યાન ધરવા છતાં જો પુદ્ગલપરિભોગમાં સુખબુદ્ધિ કે રસગૃદ્ધિ પેદા થતી હોય તો. સમજવું જોઈએ કે ધ્યાન પ્રબળ નથી, ધ્યાનની પૂર્વભૂમિકામાં પ્રણિધાન દૃઢ નથી. આવી પરિસ્થિતિમાં જીવ ક્યારેક ભ્રમણામાં અટવાઈ જાય છે. એ માની લે છે કે “પગલોથી પુદ્ગલો ઉપચય પામે છે...મારો આત્મા એમાં લેપાતો નથી.” પછી પુદ્ગલપરિભોગમાં મસ્ત થઈને મહાલે છે! પુદ્ગલપરિભોગમાં નિર્ભયતા અનુભવે છે! આ રીતે ભયંકર આત્મવંચના થાય છે.
For Private And Personal Use Only