________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
જ્ઞાનસાર अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः ।
शुद्धयत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दशा ।।६।१८६।। અર્થ : નિશ્ચયનયથી જીવ કર્મથી બંધાયેલો નથી; પણ વ્યવહારનયથી જીવ કર્મથી બંધાયેલો છે. જ્ઞાનવાળો અલિપ્ત દૃષ્ટિ વડે શુદ્ધ થાય છે, અને ક્રિયાવાળો લિપ્ત દૃષ્ટિથી શુદ્ધ થાય છે.
વિવેચન : “હું મારા શુદ્ધ સ્વભાવમાં અજ્ઞાની નથી. પૂર્ણજ્ઞાની છુંપૂર્ણદર્શી છું...અક્રોધી-અમાની-અમાયી-અલોભી છું....અમોહી છું..અનંત વીર્યશાળી છું...અનામી અને અગુરુલઘુ છું. અણાહારી અને અવેદી છું. મારા સ્વભાવમાં નથી નિદ્રા કે નથી વિકથા, નથી રૂપ કે નથી રંગ. મારું સ્વરૂપ સચિદાનંદમય છે.” આત્માની આ સ્વાભાવિક સ્વભાવદશાના ચિંતન દ્વારા જ્ઞાની પુરુષ શદ્ધ બને છે. આ દષ્ટિ “નિશ્ચયનયની છે. નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા અલિપ્ત છે.
લિપ્તતા “વ્યવહારનયથી છે. “હું અશુદ્ધ પ્રવૃત્તિઓ કરવા દ્વારા બંધનમાં ફસાયેલો છું-લેપાયેલો છું. હવે શુદ્ધ પ્રવૃત્તિ કરીને પૂર્વના કર્મલપનો ક્ષય કરીશ અને નવાં કર્મ નહિ બાંધું. એ રીતે મારા આત્માને શુદ્ધ કરીશ.' આ પ્રમાણે લિપ્તદષ્ટિથી તે આવશ્યકાદિ ક્રિયાઓ કરતો પોતાના આત્માને શુદ્ધ કરે છે.
નિશ્ચયનયની દૃષ્ટિથી શુદ્ધ થવાનું જ્ઞાનયોગી માટે છે. પાપક્રિયાઓમાં રહેલા જીવાત્મા માટે તો વ્યવહારનયનો ક્રિયામાર્ગ જ ઉચિત છે. તેણે પોતાની કર્મમલિન અશદ્ધ અવસ્થાનો ખ્યાલ કરી તે અશુદ્ધિને ટાળવા માટે જિનોક્ત એક-એક સમ્યક ક્રિયાનો આદર કરવો જોઈએ, એને એ રીતે આત્માના શુદ્ધિકરણનો પ્રયોગ કરવો જોઈએ. પાપક્રિયાઓથી જેમ જેમ મુક્ત થતા જવાય, તેમ તેમ નિશ્ચયનયની અલિપ્ત દષ્ટિનું અવલંબન લઈ શુદ્ધ ધ્યાન તરફ વળવું જોઈએ.
ज्ञानक्रियासमावेश: सहैवोन्मीलने द्वयोः ।
भूमिकाभेदतस्त्वत्र भवेदेकैकमुख्यता ।।७।।८७।। અર્થ : બંને દૃષ્ટિ સાથે ઊઘડતાં જ્ઞાન-ક્રિયાની એકતા છે. અહીં જ્ઞાનક્રિયામાં ગુણસ્થાનરૂપ અવસ્થાના ભેદથી એક એકનું મુખ્યપણું હોય, ૩. નિશ્ચયનયનું વિસ્તૃત સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.. ૪. વ્યવહારનયનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only