________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્લેપતા
૧૧૩ વિવેચન : શુદ્ધ થવા માટે બે દૃષ્ટિ ખૂલવી જોઈએ : લિપ્ત દૃષ્ટિ અને અલિપ્ત દષ્ટિ, જ્યારે બે દૃષ્ટિ સાથે ખૂલે છે, ત્યારે જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય છે. ગુણસ્થાનકની ભૂમિકા અનુસાર જ્ઞાન-ક્રિયાની મુખ્યતા રહે છે.
અહીં પહેલી વાત છે. શુદ્ધ થવાની. શુદ્ધ થવાની તમન્ના પ્રગટી જવી જોઈએ. એક યોગી પાસે એક મનુષ્ય ગયો અને પૂછ્યું :
યોગીરાજ! મારે પરમાત્મદર્શન કરવું છે, આપ કરાવશો?' યોગીએ એ મનુષ્ય સામે સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું...સહેજ સ્મિત કર્યું અને માણસનો હાથ પકડી યોગી ચાલ્યા. ગામ બહાર એક મોટું સરોવર હતું. યોગીએ માણસ સાથે સરોવરમાં પ્રવેશ કર્યો. છાતી સુધી પાણી આવ્યું પણ યોગી તો આગળ વધ્યા. દાઢી સુધી પાણી આવી ગયું. નાસિકા સુધી આવી ગયું. યોગીરાજે વીજળીવેગે માણસની ગરદન પકડી અને તેને પાણીમાં ડુબાડી દીધો...! એક સેકંડ..બે સેકંડ... પેલો મનુષ્ય પાણીમાં તરફડવા લાગ્યો.. યોગીએ એને એવો દબાવી રાખ્યો હતો કે માણસ પોતાનું માથું બહાર ન કાઢી શકે. પાંચ સેકંડ પછી યોગીએ તેને બહાર ઊંચકી લીધો અને ઉપાડીને બહાર લઈ આવ્યા. પેલો બિચારો તો હેરાન-પરેશાન થઈ ગયો હતો. યોગીએ હસતાં હસતાં કહ્યું :
જ્યારે મેં તને પાણીમાં ડુબાડી દીધો હતો, ત્યારે તું શાને માટે તરફડતો હતો?'
હવા માટે,' માણસે જવાબ આપ્યો. ‘એ તડફડાટ કેવો હતો? “એનાથી વધુ તડફડાટ થતાં પ્રાણપંખેરું ઊડી જાત!'
શું એવો તડફડાટ પરમાત્માનાં દર્શન માટે છે? જે ક્ષણે એવો તડફડાટ અનુભવાશે, બીજી જ ક્ષણે પરમાત્માનાં દર્શન થઈ જશે.'
શુદ્ધ થવા માટે આવી તમન્ના પ્રગટી ગયા પછી, પોતે જે ભૂમિકા પર હોય, તે ભૂમિકા મુજબ જ્ઞાન યા ક્રિયાને મુખ્ય કરે અને શુદ્ધ થવાના પુરુષાર્થમાં લાગી જાય.
ભૂમિકા મુજબ બેમાંથી એકને મુખ્ય કરી શકાય. જ્ઞાનને મુખ્ય કરો અથવા ક્રિયાને મુખ્ય કરો. છઠ્ઠઓ ગુણસ્થાનક સુધી (પ્રમત્ત યતિનું ગુણસ્થાનક) ક્રિયાને મુખ્ય કરવાની છે... પરંતુ ત્યાં જ્ઞાનની સાપેક્ષતા તો રહેવી જ
For Private And Personal Use Only