________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જ્ઞાનસાર
જોઈએ. જ્ઞાનની સાપેક્ષતા એટલે પ્રત્યેક ક્રિયાની પાછળ જ્ઞાનદૃષ્ટિ ખુલ્લી રહેવી જોઈએ. જ્ઞાનની ઉપેક્ષા-અવજ્ઞા ન થવી જોઈએ. વ્યવહારદશામાં ક્રિયાની પ્રધાનતા હોય છે; પરંતુ જો જીવ ત્યાં એકાંત ક્રિયાજડ બની જાય તો આત્મશુદ્ધિ ન થાય; ત્યાં જ્ઞાનદૃષ્ટિ તો રહેવી જ જોઈએ. એવી રીતે ધ્યાનદશામાં જ્ઞાનની મુખ્યતા રહે છે, ત્યાં પણ જો જીવ એકાંત જ્ઞાનજડ બની જાય તો આત્મશુદ્ધિ ન થાય, ત્યાં આવશ્યક ક્રિયાઓ પ્રત્યે આદર રહેવો જ જોઈએ.
વ્યવહારથી તીર્થ (પ્રવચન) રક્ષા થાય છે, નિશ્ચયથી સત્યરક્ષા થાય છે. નિશ્ચય અને વ્યવહાર, બે ચક્રો પર જિનમતનો ૨૫ ગતિશીલ રહે છે. જિનમત દ્વારા આત્મવિશુદ્ધિનો પ્રયોગ કરનાર સાધકે વ્યવહાર અને નિશ્ચય, બંને પ્રત્યે સાપેક્ષષ્ટિ રાખવી જ જોઈએ. સાપેક્ષદષ્ટિ સમ્યગ્દષ્ટિ છે; નિરપેક્ષદષ્ટિ મિથ્યાદષ્ટિ છે.
સાપેક્ષદૃષ્ટિનું ઉદ્ઘાટન થયા પછી જીવાત્મા જ્ઞાન-ક્રિયાનો સુસ્વાદુ સુમેળ સાધે છે. આત્મા પ્રતિસમય વિશુદ્ધ બનતો જાય છે. આત્માની ગુણસમૃદ્ધિ પ્રગટ થતી જાય છે, તેનો આંતર અનુભવ-આંતર આનંદ અનુભવાતો જાય છે. સાપેક્ષદૃષ્ટિમાંથી વરસતું આનંદઅમૃત આત્માને અમર-અક્ષય બનાવી દેવા માટે સમર્થ બને છે. નિરપેક્ષદ્રષ્ટિમાંથી ટપકતું ક્લેશનું ઝેર આત્માને ભીષણ ભવાટવીમાં ભટકાવવા સમર્થ બને છે,
सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कतः ।
शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः || ८ ||८८ ।।
અર્થ : જ્ઞાનસહિત જેનું ક્રિયારૂપ અનુષ્ઠાન દોષરૂપ કચરાથી લેપાયેલું નથી એવા અને શુદ્ધ-બુદ્ધ જ્ઞાનરૂપ સ્વભાવવાળા તે ભગવંતને નમસ્કાર હો.
વિવેચન : ક્રિયા જ્ઞાનસહિત જોઈએ. ક્રિયાનુષ્ઠાનને દોષનો કાદવ ન લાગવો જોઈએ.
જ્ઞાનપૂર્વક ક્રિયાનુષ્ઠાન એટલે શું? જે ક્રિયાનુષ્ઠાન આપણે કરીએ તેનું સ્વરૂપ, વિધિ અને ફળનું જ્ઞાન આપણને હોવું જોઈએ. આત્મવિશુદ્ધિના એકમાત્ર પવિત્ર ફળની આકાંક્ષાથી પ્રત્યેક ક્રિયાનુષ્ઠાન કરવાનું છે. ‘મારે મારા આત્માની શુદ્ધ-બુદ્ધ અવસ્થા પ્રગટ કરવી છે.'-આ આદર્શ કાયમ માટે સ્પષ્ટ રહેવો જોઈએ. ક્રિયામાં પ્રવૃત્ત થયા પછી એની વિધિનું જ્ઞાન મેળવી લેવું જોઈએ અને એ વિધિપૂર્વક ક્રિયાનુષ્ઠાન કરવું જોઈએ. ક્રિયાનુષ્ઠાનના
For Private And Personal Use Only