________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
પરંતુ રખે અહીં ભૂલા પડતા..! “જડ જડને ભોગવે છે. જડ જડને ખાય છે. આત્માને શું લાગેવળગે?' આ વિચારને પકડી લઈ જો તમે જડ પદાર્થોના ઉપભોગમાં લાગી રહ્યા. તો આત્મવંચના થશે, જડ પુદ્ગલોની તૃપ્તિમાં પોતાની તૃપ્તિ માનવા ટેવાયેલી વાસના દૃઢ થશે. ભોગાસક્તિ ગાઢ બની જશે. જડ જડને ભોગવે છે, મારો આત્મા ભોગવતો નથી. આત્મા મેલો થતો નથી.” આવો વિચાર તમને જડ પદાર્થોના ઉપભોગ પ્રત્યે પ્રેરે, પુદ્ગલના સંગી બનાવે તો સમજવું કે તમે પરમાત્મા જિનેશ્વરદેવના વચનને સમજી શક્યા નથી, સમ્યગુજ્ઞાનની દૃષ્ટિ લાધી નથી.
હકીકતમાં તો એ વિચારવાનું છે કે “જડ પુદ્ગલોના પરિભોગથી મારા આત્માને તૃપ્તિ નથી થતી તો હવે જડ પુગલોના ઉપભોગનું શું પ્રયોજન છે? લાવ, એનો ત્યાગ કરતો ચાલું. એના ભોગનો વિચાર પણ ન આવે તેવા જ્ઞાન-ધ્યાનમાં લીન બની જાઉં... આત્મગુણોની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિમાં પુરુષાર્થ કરું.” આ વિચારથી આત્માના આંતરઉત્સાહને ઉલ્લસિત કરવો જોઈએ. વિવિધ પ્રકારની તપશ્ચર્યા, જાતજાતના અભિગ્રહો અને ભિન્ન ભિન્ન ત્યાગ કરીને, પુલોથી વૃપ્તિ માનવાની આદત તોડવી જોઈએ. એ સમજી રાખવું જોઈએ કે જેની સાથે અનાદિ કાળનો સંબંધ છે, તે સંબંધ તો જ તૂટી શકે, જો એનો સહવાસ અને એનો ઉપભોગ છોડવામાં આવે. પગલ-પ્રીતિને તોડવા પુદ્ગલોનો ઉપભોગ બંધ કર્યે જ છૂટકો! એ માટે તો જ્ઞાની ભગવંતોએ તપ-ત્યાગનો માર્ગ બતાવ્યો છે.
આત્મગુણોના અનુભવથી પ્રાપ્ત થતી તૃપ્તિ નિત્ય છે. તેમાં નિર્ભયતા છે અને સ્વાધીનતા છે. જ્યારે જડ પુદ્ગલોના ઉપભોગથી પ્રાપ્ત થતી તૃપ્તિ અનિત્ય છે. તેમાં ભય અને પરાધીનતા છે, માટે જ્ઞાની પુરુષે આત્મગુણોના અનુભવથી મળતી તૃપ્તિ માટે જ યત્ન કરવો હિતાવહ છે.
मधुराज्यमहाशाका ग्राह्ये बाह्ये च गोरसात् ।
परब्रह्मणि तृप्तिर्या जनास्तां जानतेऽपि न ।।६।७८ ।। અર્થ : મનોહર રાજ્યમાં મોટી આશા જેઓને છે એવા પુરુષો વડે ન પ્રાપ્ત થઈ શકે એવા (અને) વાણીથી અગોચર પરમાત્માને વિષે જે તૃપ્તિ થાય છે તેને લોકો જાણતા નથી.
વિવેચન : પરમ બ્રહ્માનંદના અતલ ઉદધિની અગાધતાને સ્પર્શી શકવાની કલ્પના પણ તે પામર જીવોમાં ન હોઈ શકે કે જેઓ મનોહર રાજસત્તાની
For Private And Personal Use Only