________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
જ્ઞાનસાર પહોંચવા માટે પાયામાં સંસારની મિથ્યા તૃપ્તિનું અભિમાન ઓગાળી નાખવું જોઈએ. સંસારના પદાર્થોને તેના સ્વરૂપે પિછાણી, તેમાંથી તૃપ્તિ મેળવવાની આદતને છોડી દેવી જોઈએ. તો જ આગળ-આગળનો વિકાસ શક્ય છે.
पुद्गले: पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना ।
परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते ।।५।।७७।। અર્થ: પુદ્ગલો વડે પુદ્ગલો પુદ્ગલના ઉપચયરૂપ તૃપ્તિને પામે છે. આત્માના ગુણ વડે આત્મા તૃપ્તિ પામે છે, તે કારણથી સમ્યગૂ જ્ઞાનીને પુદ્ગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર ઘટતો નથી.
વિવેચન : કોનાથી કોને તૃપ્તિ થાય? જડ પુદ્ગલ દ્રવ્યોથી ચેતન આત્માને તૃપ્તિ થાય ખરી? અન્ય દ્રવ્યનો ધર્મ અન્ય દ્રવ્યમાં ન આરોપી શકાય. જડના ગુણધર્મો જુદા છે, ચેતનના ગુણધર્મો જુદા છે. જડના ગુણધર્મોથી ચેતનને તૃપ્તિ ન થાય. આત્મા તો આત્મગુણોથી તૃપ્તિ પામે.
સુંદર સ્વાદભરપૂર ભોજનથી શું આત્મા તૃપ્તિ પામે છે? ના રે ના. શિરીરનાં જડ પુગલોનો ઉપચય થાય છે. જીવ એ તૃપ્તિનો આરોપ પોતાનામાં કરી રહ્યો છે, એ એની ભ્રાન્તિ છે. અનાદિ મિથ્યાત્વના પ્રભાવ નીચે એ ભ્રાન્તિ દૃઢ બની છે. પુદ્ગલોની તૃપ્તિમાં આત્માની તૃપ્તિ માનવાની ભૂલને પરિણામે આત્મા પગલપ્રેમી બની ગયો છે, પુદ્ગલના ગુણદોષોને જોઈ રાગ-દ્વેષ કરી રહ્યો છે, અને એ રાગ-દ્વેષને પરિણામે મોહનીયાદિ કર્મોનાં નવાં-નવાં બંધનોમાં જકડાઈ ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. બસ, ઘોર દુઃખ, ભયંકર યાતનાઓ અને ભીષણ દર્દીનું આ મૂળભૂત કારણ છે. આ ભૂલનું ઉમૂલન કરવા પૂજ્ય ઉપાધ્યાય મહારાજ નિશ્ચયનયની દૃષ્ટિનું અંજન કરી, એ દ્વારા પુદ્ગલ અને આત્માને જોવાનું વિધાન કરે છે :
“મધુર શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ ગમે તેવાં મીઠા, મધુર, માદક કે મનમોહક હોય, પરંતુ તે જડ છે... તેના ઉપભોગથી મારા જ્ઞાન-દર્શનચારિત્રમય આત્માને તૃપ્તિ ન થઈ શકે, તો પછી મારે એ શબ્દાદિના પરિભોગનું શું પ્રયોજન છે? શા માટે એવી કાલ્પનિક મિથ્યા તૃપ્તિની પાછળ પુદ્ગલનો પ્રેમ કરી મારા આત્માની કદર્થના કરું? હું મારા આત્માને તૃપ્ત કરવાનો પુરુષાર્થ કરીશ.'
આ છે જ્ઞાની પુરુષની જ્ઞાનદૃષ્ટિ. આ દૃષ્ટિને ખુલ્લી રાખીને જડ પદાર્થો પ્રત્યેની આસક્તિને તોડવા માટે ઉદ્યમ કરવાનો છે.
For Private And Personal Use Only