________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃપ્તિ
૯૫ શાંત થયા પછી કેવી કારમી વેદનાઓ, ધખધખતા નિઃશ્વાસો, દીનતા અને ઉદાસીનતા છવાઈ જાય છે! શાંત વાળા કેવી નિર્મદ ભભૂકી ઊઠે છે! - પાંચ ઇન્દ્રિયોના વિષયોનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવામાં અને વિલાસિતામાં સ્વછંદતાપૂર્વક ખેલવામાં જીવાત્મા કેવો પામર.નિઃસત્ત્વ અને અશક્ત બની જાય છે! એનો સ્વસ્થ ચિત્તે વિચાર કરવાની જરૂર છે. ઉદીપ્ત વાસનાઓના નગ્ન નૃત્યમાં પરમાનંદની કલ્પના કરનાર મનુષ્યને કાળ અને કર્મની કઠોર થપાટ ખાઈને કેવું કારમું રુદન કરવું પડે છે! તેના જીવંત ઉદાહરણો અને ઇતિહાસનાં પાત્રો પર દૃષ્ટિપાત કરવાની આવશ્યકતા છે.
તો જ ભ્રાન્તિ દૂર થશે. સાચી વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાશે. મિથ્યા તૃપ્તિનું અનાદિ-વ્યસન મંદ પડવા લાગશે.
આ પ્રમાણે જીવાત્મા નિજૅન્ત બને ત્યારે તેને સમતિની દિવ્ય દૃષ્ટિ લાધે છે. એ દિવ્ય દૃષ્ટિમાં આત્મા, મહાત્મા અને પરમાત્માના સ્વરૂપનું દર્શન થાય છે; યથાર્થ દર્શન થાય છે. આ રીતે આત્મતત્ત્વ સન્મુખ થયેલા આત્માને આત્મગુણોનો અનુભવ થાય છે. એ અનુભવની પરમ તૃપ્તિ આત્માના વીર્યને પુષ્ટ કરે છે. વિર્યની પુષ્ટિ થતી હોય તો સમજવું કે સાચી તૃપ્તિ થઈ, કારણ કે તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે.
નિર્કાન્ત બની આત્માનુભવની પરમ તૃપ્તિ કરવાના ત્રણ ઉપાયો પૂજનીય દેવચન્દ્રજીએ દર્શાવ્યા છે :
(૧) ગુરુચરણનું શરણ, (૨) જિનવચનનું શ્રવણ, (૩) સમ્યક તત્ત્વનું ગ્રહણ.
આ શરણ, શ્રવણ અને ગ્રહણમાં જેટલો પુરુષાર્થ થાય તેટલા અંશમાં આત્મા અનાદિબ્રાન્તિથી મુક્ત થાય છે. આત્મતત્ત્વ સાથે પ્રીતિ બંધાય છે. અનુત્તર ધર્મશ્રદ્ધા પેદા થાય છે. અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ થાય છે. ગાઢ કર્મબંધ અટકી જાય છે. દેવી અને માનુષી કામભોગો પ્રત્યે અનાસક્ત બને છે. આરંભ-સમારંભનો ત્યાગ કરતો ચાલે છે. સંસારમાર્ગનો વિચ્છેદ કરતો જાય છે. મોક્ષમાર્ગે પ્રયાણ કરતો જાય છે.
એમ કરતાં ગૃહસ્થાવાસને તિલાંજલિ આપી અણગાર ધર્મને સ્વીકારે છે. તેના દ્વારા શારીરિક, માનસિક અને સેંકડો...હજારો દુ:ખોનો ક્ષય કરી અજય-અમર-અક્ષય પરમ પદને પ્રાપ્ત કરે છે. પરંતુ આ પરમ પદ સુધી
For Private And Personal Use Only