________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જ્ઞાનસાર ઉદ્દભવતો સ્વાદ અને તેનાથી સર્જાતી મહાન અતીન્દ્રિય તૃપ્તિ ષડૂરસના ભોજનથી જન્મતી ક્ષણિક તૃપ્તિને ટપી જાય છે.
અહીં પરસની તૃપ્તિ ઉપમા છે, જ્ઞાનતૃપ્તિ ઉપમેય છે પ્રસ્તુતમાં “વ્યતિરે કાલંકાર રહેલો છે. “વાભદાલંકારમાં વ્યતિરેકાલંકાર આ રીતે બિતાવાયો છે :
केनचिद्यत्र धर्मेण द्वयोः संसिद्धसाम्ययोः ।
भवत्येकतराधिक्यं व्यतिरेकः स उच्यते ।। ઉપમાન કે ઉપમેયની કોઈ પણ ધર્મમાં વિશેષતા હોય ત્યારે આ અલંકાર સર્જાય છે. પ્રસ્તુતમાં ઉપમેય જ્ઞાનતૃપ્તિમાં વિશેષતા બતાવાઈ છે.
જ્ઞાનતૃપ્તિ અનુભવગમ્ય છે. એ કોઈ વાણીનો વિષય નથી. એ તૃપ્તિને અનુભવવા આત્માએ સ્વ-રૂપના રાગી બનવું પડે. સ્વગુણોના અનુરાગી બનવું પડે.
संसारे स्वप्नवन्मिथ्या तृप्तिः स्यादाभिमानिकी ।
तथ्या तु भ्रान्तिशून्यस्य साऽऽत्मवीर्यविपाककृत् ।।४।। ७६।। અર્થ : સ્વપ્નની પેઠે સંસારમાં અભિમાન-માન્યતાથી થયેલી તૃપ્તિ હોય છે. (પણ) સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાનરહિતને હોય છે. તે આત્માના વીર્યની પૃષ્ટિ કરનારી છે.
વિવેચન : સંસારમાં તું તૃપ્તિનો અનુભવ કરે છે? વૈષયિક સુખોમાં તને તૃપ્તિનો ઓડકાર આવે છે? ભ્રાન્તિ છે. કેવળ ભ્રાન્તિ! તું સમજી લે કે તારી સંસારની તૃપ્તિ મિથ્યા છે, મિથ્યા કલ્પના છે.
સ્વપ્નમાં મનગમતાં મિષ્ટ ભોજન જમી લીધાં, મધુર સરબત પી લીધાં અને સુવાસભરપૂર તાંબુલ ચાવી લીધાં.. જીવે તૃપ્તિ માની લીધી! પરંતુ જ્યાં સ્વપ્ન પૂર્ણ થયું, નિદ્રામાંથી જાગી ઊઠ્યા... ત્યારે એ માનેલી તૃપ્તિ ક્યાં ચાલી જાય છે?
સુરા-સુન્દરી અને સોનાના સ્વપ્નલોકમાં વિચરતો બ્રાન્ત મનુષ્ય જે તૃપ્તિ સમજે છે, તે માત્ર કલ્પનાનું લખ્યું ઉડ્ડયન છે કે જે વાસ્તવિકતા પર આધારિત નથી; હા, હળવા નિઃસાર મનોરંજનની એક વસ્તુ જરૂરી છે. વિલાસી વાસનાની ભડભડતી વાળાને ક્ષણ-બે ક્ષણ માટે શાંત કરતા પદાર્થો પાછળ ભટકતો મનુષ્ય એ ભૂલી જાય છે કે ક્ષણ-બે ક્ષણ એ જ્વાળા
For Private And Personal Use Only