________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
જ્ઞાનસાર
અનંત આશાઓ હૃદયમાં ભરી પૃથ્વી ઉપર ભટકી રહ્યા છે! રાજમદની લાલ કસુંબલ મિંદરાના જામમાં જ જેમણે તૃપ્તિની મિથ્યા કલ્પના કરી છે, તેમને પરમ બ્રહ્મની તૃપ્તિનું સ્વપ્ન પણ ન આવી શકે.
મીઠી ગિરાના મધુર રસમાં પણ એ પરમ બ્રહ્મની તૃપ્તિ અનુભવી શકાય તેવી નથી; એ તૃપ્તિ અગમ અગોચર છે. એ તૃપ્તિ વચનાતીત છે, એ તૃપ્તિ આંતરિક છે, મનના અનુભવથી પણ જુદી છે. એ તૃપ્તિને પ્રાપ્ત કરવા માટે દોડતું મન અને ઇન્દ્રિયો, તેમને નિરાશ થઈને પાછા વળવું પડે છે.
‘તો એ પરમ બ્રહ્મની તૃપ્તિ કેવી છે?' એનો ઉત્તર કોઈ પદથી આપી શકાય એમ નથી : ‘અપયમ્સ પયં સ્થિ’ - પદરહિત આત્માના સ્વરૂપને કોઈ પદથી-વચનથી કહી શકાય એમ નથી. અરે, આત્માના એ શુદ્ધ સ્વરૂપની તૃપ્તિને વર્ણવવા બૃહસ્પતિ કે કેવળજ્ઞાની પણ સમર્થ નથી, કારણ કે એ કહેવાનો વિષય જ નથી! એ તો અનુભવવાનો વિષય છે. ‘સાકરનો સ્વાદ કેવો?’ એ કહેવાની વાત નથી, અનુભવ કરવાની વાત છે.
જગતના સામાન્ય જીવો તો ભોજનની તૃપ્તિ જાણે છે, કે જે તૃપ્તિ મધુર ઘી અને સ્વાદિષ્ટ શાકથી અનુભવાય છે, જેમાં સાથે ગોરસ (દૂધ-દહીંવગેરે)નો પણ સમાવેશ થાય છે. અર્થાત્ ઘી-દૂધ, દહીં, શાક, મિષ્ટાન્ન...વગેરેથી ભરપૂર ભોજનમાં તૃપ્તિ અનુભવતા જગતના સામાન્ય મનુષ્યો પરમ બ્રહ્મની તૃપ્તિને અનુભવી તો શકતા નથી, એને જાણવા માટે પણ સમર્થ નથી! પરમ બ્રહ્મની તૃપ્તિને જાણવા માટે પણ કઠિન તપશ્ચર્યા કરવી પડે છે.
પરમ બ્રહ્મમાં તૃપ્ત થયેલો આત્મા એ તૃપ્તિમાં એવો લીન થઈ જાય છે કે પછી જગતના પદાર્થો તેને આકર્ષી શકતા નથી.
કોટિશિલા પર શ્રીરામચન્દ્રજીએ ક્ષપક શ્રેણિ લગાવી હતી. આત્માનંદ...પૂર્ણાનંદની અગોચર મસ્તીમાં લીનતા જામી ગઈ હતી. ત્યાં બારમા દેવલોકના ઇન્દ્ર સીતેન્દ્રે અવધિજ્ઞાનથી જોયું...પૂર્ણભવના સ્નેહે સીતેન્દ્રને વિહ્વળ કરી મૂક્યો. તેણે રામચન્દ્રજીને અનુકૂલ ઉપસર્ગ કરવા દ્વારા ધ્યાનથી વિચલિત કરવાનો નિર્ણય કર્યો. રામચન્દ્રજી મોક્ષમાં જાય એ સીતેન્દ્રને ન ગમ્યું. તેને તો રામચન્દ્રનો સહવાસ જોઈતો હતો. બસ, સીતેન્દ્ર આવ્યો નીચે.
રમણીય ઉદ્યાન અને વસંતઋતુ બનાવ્યાં. કોકિલાઓનાં મધુર સંગીત ગૂંજતા કર્યાં. મલયાચલનો મંદ મંદ વાયુ વહેતો કર્યો. ક્રીડાઘેલા ભ્રમરોનો
For Private And Personal Use Only