________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬.
રાનસાર “મારે આવાં જ, અમુક પ્રકારનાં જ વસ્ત્ર જોઈએ, આવાં જ પાત્ર જોઈએ, આવી જ પેન...ઘડિયાળ જોઈએ, આવા જ પાટ-પાટલા જોઈએઆવો દ્રવ્યાગ્રહ જોગી તને ન શોભે! આ બધાં દ્રવ્યો વિના તને શું ન જ ચાલે? તો એ દ્રવ્યોની અપેક્ષા તારા ચિત્તને નિરંતર ક્ષુબ્ધ રાખશે.
મારે તો ગામડામાં જ કે શહેરમાં જ રહેવું છે, મને તો નિર્જન સ્થાન જ ફાવે.. મને તો લોકો ખૂબ આવતા-જતા હોય ત્યાં જ ફાવે.. મારે તો ઉપાશ્રય સુંદર જોઈએ.. એવા ગામમાં રહેવાનું પસંદ કરું છું, જ્યાં ખૂબ ગરમી ન પડતી હોય... આ છે ક્ષેત્રાગ્રહ. ક્ષેત્રનું નિયંત્રણ જોગી પર? કે યોગીનું નિયંત્રણ ક્ષેત્ર પર? તારે ક્યાં એક ક્ષેત્રમાં સદૈવ રહેવાનું છે? તું તારે ક્ષેત્ર-નિરપેક્ષ બની વિચરતો રહે. ગામ હોય કે અરણ્ય હોય, સગવડ હોય કે અગવડ હોય, તું તો જ્ઞાનાનન્દમાં મસ્ત રહે, કોઈ વાતે તું તારી જાતને અપૂર્ણ ન જો. જ્ઞાનની પરિપૂર્ણતાનો ભાસ થયા પછી પુદ્ગલની પૂર્ણ થવાનીસુખી બનવાની કલ્પનાઓ વરાળ બનીને ઊડી જાય.
મને તો શિયાળો જ ગમે! ઉનાળાની ઋતુમાં તો બાર વાગી જાય છે.... ચોમાસામાં પણ જ્યાં ખૂબ વરસાદ આવતો હોય ત્યાં હું તો ન રહું' - આવો કાળ-પ્રતિબંધ તને સતાવે છે? આવા કાળસાપેક્ષ વિકલ્પોનાં મોજા ઊછળે છે? તો તું ‘ચિન્મય' નથી બન્યો, એ નિશ્ચિત વાત! મુગલ-નિયંત્રણ નીચે. તું કેદી છે.
તને ભાવસાપેક્ષતા તો પીડા નથી કરતી ને? “મારાં ગુણગાન ગવાતાં હોય, પ્રશંસા થતી હોય, સુગંધમય વાતાવરણ હોય” અન્ય જીવોના સારાંનરસાં ભાવોની અસર તારા પર પડે છે? સારાં-નરસાં ભાવો મુજબ રાગદ્વેષ થાય છે? તો તું યોગી કેવી રીતે?
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તું નિરપેક્ષ બન. પુદ્ગલનિરપેક્ષ બન્યા વિના ભવસાગર તરી શકાશે નહીં; મનની પવિત્રતા જાળવી શકાશે નહીં, ચિત્તની સ્વસ્થતા ટકી શકશે નહીં, સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં લયલીન બની શકાશે નહીં.. તમે સંસાર ત્યજી સાધુ બન્યા, મોહ ત્યજી મુનિ બન્યા, અંગના ત્યજી અણગાર બન્યા... ઘણી ઘણી અપેક્ષા તો તમે ત્યજી જ દીધી છે. હવે તો તમારે ઘણો ત્યાગ માનસિક ભૂમિકાએ કરવાનો છે... હવે ધૂળ ત્યાગમાંથી સૂક્ષ્મ ત્યાગની ભૂમિકામાં પ્રવેશ કરવાનો છે. જે ત્યાગ કર્યો છે, એમાં જ સંતોષ ન માનો. એને જ કલ્પનાસૃષ્ટિમાં ન રાખો. પરંતુ તમારે હજુ ઘણો ત્યાગ કરવાનો છે, પુદ્ગલ-નિયંત્રણમાંથી
For Private And Personal Use Only